ભારત સામે ઝેર ઓકવા `બાળકો'' તૈયાર કરતો સઈદ


ઈસ્લામાબાદના એક કાર્યક્રમમાં બંદૂક સાથેના બાળકની તસવીર જારી થઈ

ઈસ્લામાબાદ, તા. 13: પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત ઉદ દાવા ભારત સામે ઝેર ફેલાવવા માટે બાળકોનો ઉપયોગ કરી રહ્યું છે. આ વાતનો પુરાવો દેતી એક તસવીર પણ સામે આવી છે જેમાં જેયુડીના નેતા સદાકતનો પુત્ર બંદુક સાથે નજરે પડે છે. આ તસવીર ઈસ્લામાબાદના એક કાર્યક્રમની છે તેવું જાણવા મળી રહ્યું છે. મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફીઝ સઈદ જેયુડીનો પ્રમુખ છે અને લશ્કર એ તૈયબાનો પણ સભ્ય છે.
ભારત વિરોધી ઝેર ઓકતી તસવીરમાં બાળકની પાછળ દેખાઈ રહેલા પોસ્ટરમાં લખ્યું છે કે, `કાશ્મીર પાકિસ્તાનું અભિન્ન અંગ છે અને કાશ્મીરની આઝાદી માટે સમર્થન મળતું રહેશે.' મળતા અહેવાલ પ્રમાણે જમાત ઉદ દાવા બાળકોને પોતાની સાથે જોડવા માટે અભિયાન ચલાવી રહ્યું છે અને ભારતમાં આતંક ફેલાવવા માટે બાળકોને ઉકસાવી રહ્યું છે. આ સંગઠન દ્વારા પાકિસ્તાનમાં અમુક મદરેસા અને ધાર્મિક શાળાઓ ચલાવવામાં આવી રહી છે. આ શાળાઓ બાળકોનું માનસ પરિવર્તન કરવાનો પ્રયાસ કરે છે. આ બાળકોનાં મનમાં અમેરિકા સામે પણ નફરત ભરવામાં આવે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer