કોચીન શિપયાર્ડમાં સમારકામ હેઠળ રહેલા જહાજમાં આગ : પાંચનાં મોત


કોચી, તા. 13 : કોચીન શિપયાર્ડ લિમિટેડના સ્થાન પર આજે સમારકામ હેઠળ રહેલા ઓએનજીસીના એક જહાજમાં વિસ્ફોટ થયો હતો. જેને પગલે ફાટી નીકળેલી આગમાં પાંચ લોકોના મૃત્યુ નિપજયા હતા.
શિપયાર્ડ લિમિટેડના સત્તાવાળાઓએ કહ્યું હતું કે, હતભાગીઓ કરાર આધારિત કર્મચારીઓ હોવાનું મનાય છે. ત્રણ ઈજાગ્રસ્તોને અહીંની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે, જેમાંથી એકની સ્થિતિ ગંભીર હોવાનું કહેવામાં આવે છે. આ ઈજાગ્રસ્ત 40 ટકાથી વધુ દાઝી ગયો છે. લિમિટેડ કંપનીના પ્રવકતાએ અગાઉ કહ્યું હતું કે, આ જહાજમાં ફસાયેલા 11 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને શહેરની હોસ્પિટલમાં પહોંચાડી દેવામાં આવ્યા હતા. શહેર પોલીસ કમિશનર એમ.પી. દિનેશે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે, સ્થિતિ હવે અંકુશ હેઠળ છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer