જીએસટીની આવક મહિને થશે 1 લાખ કરોડ

જીએસટીની આવક મહિને થશે 1 લાખ કરોડ

કરચોરી અટકાવતાં પગલાં પછી આવક તેનાથીય વધી શકે છે : નાણાં મંત્રાલય

નવી દિલ્હી, તા. 13 : નાણા મંત્રાલયના અધિકારીઓએ આજે જણાવ્યું હતું કે, ટેકસ ડેટા અને ઈ-વે બિલ જેવા કરચોરી અટકાવતા પગલાં અમલમાં મુકાયા પછી આગામી નાણાકીય વર્ષના અંત સુધીમાં ગુડઝ એન્ડ સર્વિસ ટેકસમાંથી આવક વધીને મહિને રૂા. એક લાખ કરોડથી વધુની થઈ જશે.
એકવાર જીએસટી રિટર્નની ફાઈલિંગ પ્રક્રિયા પૂર્ણપણે સ્થિર થઈ જશે, ડિરેકટોરેટ જનરલ ઓફ એનાલિટીકલ અને રિસ્ક મેનેજમેન્ટ દ્રારા લોકોના આવકવેરા રિટર્ન સાથે જીએસટી ભરવાના ડેટાબેઝની સરખામણી કરવામાં આવશે અને 360 ડિગ્રીની રૂપરેખા માટે પગલાં લેવામાં આવશે, એમ તેઓએ જણાવ્યું હતું.
આગામી પહેલી એપ્રિલથી શરૂ થતા નાણાકીય
વર્ષમાં જીએસટી માટે રૂ. 7.44 લાખ કરોડની અંદાજપત્રીય ફાળવણી કરવામાં આવી હતી.
 જુલાઈથી ફેબ્રુઆરી સુધીના ચાલુ નાણાકીય વર્ષ માટે અંદાજે રૂ. 4.44 લાખ કરોડની આવક અંદાજવામાં આવી  છે.  અધિકારીઓએ જણાવ્યું હતું કે, આવકનો આ અંદાજ છે, અને તે સરકારના અમલીકરણના પગલાંઓથી તે વધી પણ શકે છે. 
નોંધનીય છે કે, જીએસટી પહેલી જુલાઈના અમલી બની અને પહેલા મહિનામાં તેમાંથી 95,000 કરોડની આવક થઈ, ઓગસ્ટમાં માત્ર 91000 કરોડ થઈ હતી. સપ્ટેમ્બરમાં તે 9ર,1પ0 કરોડથી વધુની થઈ. ઓકટોબરમાં 83,000, નવેમ્બરમાં 80,808 અને ડિસેમ્બરમાં રૂ. 86, 703ની આવક થઈ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer