મુકેશ અંબાણી 20 દિવસ સુધી દેશનો ખર્ચ ઉઠાવવા સક્ષમ

મુકેશ અંબાણી 20 દિવસ સુધી દેશનો ખર્ચ ઉઠાવવા સક્ષમ

બ્લુમબર્ગે જારી કર્યો રોબિનહૂડ રિપોર્ટ 

નવી દિલ્હી, તા. 13: બ્લુમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી 20 દિવસ સુધી દેશનો ખર્ચ ઉઠાવવા માટે સક્ષમ છે. બ્લુમબર્ગે પોતાના રોબિનહૂડ ઈન્ડેક્સ રિપોર્ટમાં અલગ-અલગ દેશોના અમીર વ્યક્તિઓ પોતાના દેશનો ખર્ચ કેટલા દિવસ સુધી ઉઠાવી શકે છે તેની વિગતો આપી છે. આ અહેવાલમાં કુલ 49 દેશોને સામેલ કરવામાં આવ્યા છે અને સાથે ત્યાંના અમીર વ્યક્તિની સંપત્તિનો પણ ઉલ્લેખ થયો છે. 
પોતપોતાના દેશોને કેટલા દિવસ સુધી ચલાવી શકે છે સૌથી અમીર?
નામ                         સંપત્તિ અબજ(ડોલરમાં)      દેશ                સરકારને કેટલા દિવસ ભંડોળ આપી શકશે
જેફ બેઝોસ                 99                                  અમેરિકા         5
અમાંસિઓ ઓર્તેગા      75.3                               સ્પેન              48
બેર્નાહ એન્હો               63.3                               ફ્રાન્સ             15
કાર્લોસ સ્લીમ              62.8                               મેક્સિકો          82
જેક મા                       45.5                               ચીન              4
મુકેશ અંબાણી             40.3                               ભારત            20
લી કા શિંગ                 34.7                               હોંગકોંગ         191
જ્યોર્જ પાઉલો લેમન    29.6                               બ્રાઝિલ          13
જોવાન્ની ફરેરો              24.5                               ઈટાલી          9
ડિટેસ સ્વાત્સ               24.3                               જર્મની           5

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer