કયા મુખ્ય પ્રધાન પાસે કેટલી સંપત્તિ?

કયા મુખ્ય પ્રધાન પાસે કેટલી સંપત્તિ?

કેટલા મુખ્ય પ્રધાન સામે ગુના, ગંભીર ગુના?

નવી દિલ્હી, તા. 13 : દેશના 29 રાજ્યોના મુખ્ય પ્રધાન અને બે કેન્દ્ર શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોએ ચૂંટણી પ્રતિજ્ઞાપત્રમાં આપેલી માહિતી મુજબ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) સંસ્થાએ એક અહેવાલ પ્રકાશિત ર્ક્યો છે. તેમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર સૌથી વધુ એટલે કે બાવીસ, કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન પર 11 તો દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના વિરોધમાં ત્રણ ગુના દાખલ થયા હોવાનું સ્પષ્ટ થયું છે. ફડણવીસ સામે નોંધાયેલા બાવીસ ગુનામાંથી ત્રણ અત્યંત ગંભીર પ્રકારના છે. 
આ અહેવાલમાં સૌથી ધનવાન મુખ્ય પ્રધાનોની માહિતી પણ આપવામાં આવી છે. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ દેશના સૌથી ધનવાન મુખ્ય પ્રધાન છે. અરુણાચલના મુખ્ય પ્રધાન પેમા ખાંડૂ બીજા ક્રમાંકે તો પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંગ ત્રીજા સ્થાને છે. નાયડુ પાસે 177 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકત છે તો પેમા ખાંડૂ પાસે 129 કરોડ રૂપિયાની અને અમરિંદર સિંગ પાસે 48 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
ત્રિપુરાના મુખ્ય પ્રધાન માણિક સરકાર સૌથી ગરીબ મુખ્ય પ્રધાન છે. તેમની પાસે કુલ 26 લાખ રૂપિયાની સંપત્તિ છે. તેમની પાસે પોતાનું ઘર કે કાર પણ નથી. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પાસે ફક્ત 30 લાખ રૂપિયાની સંપત્તિ છે. તેમની પાસે સ્થાવર મિલકત નથી. જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન મેહબુબા મુફ્તી પાસે પંચાવન લાખ રૂપિયાની સંપત્તિ છે.
શિક્ષણ બાબતે સિક્કિમના મુખ્ય પ્રધાન પી. કે. ચામલિંગ સૌથી આગળ છે. ચામલિંગ પીએચ.ડી. છે. દેશના 39 ટકા મુખ્ય પ્રધાન ગ્રેજ્યુએટ છે તો 32 ટકા મુખ્ય પ્રધાનોએ વ્યવસાયિક અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે. 16 ટકા મુખ્ય પ્રધાનોએ પોસ્ટ ગ્રેજ્યુએશન ર્ક્યું છે તો 10 ટકા મુખ્ય પ્રધાનો એવા છે જેમણે માધ્યમિક શિક્ષણ પણ પૂર્ણ ર્ક્યું નથી.
મુખ્ય પ્રધાનોની મિલકત
રાજ્ય                        મુખ્ય પ્રધાન                સંપત્તિ(કરોડ રૂપિયા)
આંધ્રપ્રદેશ                 ચંદ્રાબાબુ નાયડુ            177 .48
અરુણાચલ પ્રદેશ        પેમા ખાંડુ                    129 .57
પંજાબ                       અમરિન્દર સિંહ            48.31
તેલંગણ                     ચંદ્રશેખર રાવ              15 .15
મેઘાલય                    મુકુલ સંગમા                14.50
કર્ણાટક                      સિદ્ધારમૈયા                   13.61
ઓરિસ્સા                    નવીન પટનાયક           12.06
સિક્કિમ                     પવન ચામલિંગ             10.70
પુડ્ડુચેરી                     નારાયણસામી                9.65
મિઝોરમ                   લાલ થાન્હાવ્લા               9.15
ગુજરાત                    વિજય રૂપાણી                 9 .09
તામિળનાડુ                ઈ.કે.પલાનીસ્વામી          7.80
ગોવા                        મનોહર પર્રિકર               6.29
છત્તિસગઢ                  રમણસિંહ                      5.27
મહારાષ્ટ્ર                   દેવેન્દ્ર ફડણવીસ             4.34
રાજસ્થાન                  વસુંધરા રાજે                  4.04
હિમાચલ પ્રદેશ           જયરામ ઠાકુર                3.27
દિલ્હી                        અરવિંદ કેજરીવાલ         2.09
નાગાલેન્ડ                  ટીઆર.ઝેલીઆંગ           1.96
આસામ                     એસ.સોનોવાલ               1.85
બિહાર                       નીતિશ કુમાર                 1.71
મણિપુર                     એન.બિરેન                    1.56
ઉત્તરાખંડ                   ટી.એસ.રાવત                1.15
કેરળ                         પી.વિજયન                    1.07
યુપી                          આદિત્યનાથ                   0.95
ઝારખંડ                      રઘુબર દાસ                   0.72
હરિયાણા                    મનોહરલાલ ખટ્ટર           0.61
જમ્મુ-કાશ્મીર              મહેબૂબા મુફ્તિ                0.55
પ.બંગાળ                   મમતા બેનરજી               0.30
ત્રિપુરા                       માણિક સરકાર                0.26
મુખ્ય પ્રધાનની અપરાધિક પૃષ્ઠભૂમિ
સંપૂર્ણ સ્વચ્છ              20(65 ટકા)
ફોજદારી કેસ              11(35 ટકા)
ગંભીર ગુના                8(26 ટકા)
સૌથી વધુ કેસ ધરાવતાં સીએમ
મહારાષ્ટ્ર                    22 કેસ
કેરળ                         11 કેસ
દિલ્હી                        10 કેસ
ઝારખંડ                      8 કેસ
પંજાબ                        4 કેસ

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer