`જન્મભૂમિ''ના કટાર લેખક મુઝફ્ફર હુસૈનનું અવસાન

`જન્મભૂમિ''ના કટાર લેખક મુઝફ્ફર હુસૈનનું અવસાન

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : વરિષ્ઠ પત્રકાર અને `જન્મભૂમિ પ્રવાસી'ના કટારલેખક પદ્મશ્રી મુઝફ્ફર હુસૈન આજે સાંજે 7.25 વાગ્યે વિક્રોલી-પાર્કસાઈટ ખાતેના નિવાસસ્થાને મલ્ટિપલ અૉર્ગન ફેલ્યોરને કારણે ઈન્તેકાલ પામ્યા હતા. તેમની ઉંમર 78 વર્ષ હતી. તેમના પરિવારમાં પત્ની, પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે. તેમની દફનવિધિ બુધવારે વિક્રોલીમાં કરાશે. બુદ્ધિજીવી અને લેખક મુઝફ્ફર હુસૈનની કટાર દેશનાં અનેક અખબારોમાં પ્રગટ થતી હતી. મધ્યપ્રદેશમાં નીમચના વતની મુઝફ્ફર હુસૈનનો જન્મ 20મી માર્ચ, 1940ના રોજ થયો હતો. અટલ બિહારી વાજપેયી સરકારે તેમને `પદ્મશ્રી'નો ખિતાબ આપી નવાજ્યા હતા. તેઓ દાઉદી વહોરા હતા. તેમને કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારના અનેક એવૉર્ડ મળ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer