15,935 કરોડ રૂપિયાનાં શત્ર ખરીદી પ્રસ્તાવોને મંજૂરી

15,935 કરોડ રૂપિયાનાં શત્ર ખરીદી પ્રસ્તાવોને મંજૂરી

નવી દિલ્હી, તા.13 : પાકિસ્તાન અને ચીનનાં મોરચે તનાવ મધ્યે કાશ્મીર ઘાટીમાં સુરક્ષાદળોની છાવણીઓ ઉપર વધી રહેલા હુમલાઓની પૃષ્ઠભૂમિમાં હવે સેના માટે નાના હથિયારોની મોટાપાયે ખરીદીનો નિર્ણય કરવામાં આવ્યો છે. ડિફેન્સ પર્ચેઝ કાઉન્સિલે 15935 કરોડ રૂપિયાની શત્ર ખરીદીને મંજૂરી આપી દીધી છે.
સરહદે તૈનાત જવાનોને આધુનિક અને અસરદાર હથિયારોથી સજ્જ કરવાં માટે છેલ્લા એક માસમાં ત્રણ પ્રમુખ હથિયાર - રાઈફલ, કાર્બાઈન અને લાઈટ મશીનગનની ખરીદીમાં ઝડપ લાવવાનો નિર્ણય થયા છે. જાન્યુઆરીમાં જ 72400 રાઈફલ અને 93895 કાર્બાઈનની ખરીદીને મંજૂરી આપી દેવામાં આવી હતી. આજે સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી ખરીદ પરિષદની બેઠકમાં 15935 કરોડ રૂપિયાનાં ખરીદ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ત્રણેય સેના માટે જરૂરિયાત અનુસાર હળવી મશીનગન ઝડપથી ખરીદવા માટેનો પ્રસ્તાવ પણ સામેલ છે અને તેનો ખર્ચનો અંદાજ આશરે 1819 કરોડ રૂપિયા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer