ત્રણ દિવસે હોશમાં આવેલા મેજર અભિજિતે પૂછ્યું, સુંજવાનમાં આતંકવાદીઓનું શું થયું ?

ત્રણ દિવસે હોશમાં આવેલા મેજર અભિજિતે પૂછ્યું, સુંજવાનમાં આતંકવાદીઓનું શું થયું ?
 
નવી દિલ્હી,  તા. 13 : જમ્મુ કાશ્મીરના સુંજવાનમાં આતંકવાદીઓ સાથેની લડાઈમાં ઘાયલ થયેલા મેજર અભિજીત ત્રણ દિવસ બાદ હોશમાં આવ્યા છે. અભિજીત હોશમાં આવતાની સાથે જ તેઓનો પહેલો સવાલ હતો કે, સુંજવાન કેમ્પમાં આતંકવાદીઓનું શું થયું ? સેનાના કેમ્પ ઉપર થયેલા હુમલામાં મેજર અભિજીતને ગંભીર ઈજા પહોંચી હતી. 3થી 4 સર્જરી બાદ ત્રણ દિવસ સુધી બેહોશી હાલતમાં હોવાના કારણે બહારની દુનિયાથી દૂર થઈ ગયા હતા. જો કે સર્જરી પછી હોશમાં આવતા પૂછેલા સવાલે બધા લોકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. અભિજીત મામલે વાત કરતા મેજર જનરલ નાદીપ નૈથાનીએ કહ્યું હતું કે, મેજર અભિજીતનું મનોબળ દ્રઢ છે અને સર્જરી પછી તેઓ ફરીથી ફિલ્ડમાં જવા માટે તત્પર છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer