સૂરજ બડજાત્યાનો પુત્ર સલમાન ખાન સાથે ફિલ્મ બનાવશે

સૂરજ બડજાત્યાનો પુત્ર સલમાન ખાન સાથે ફિલ્મ બનાવશે

ફિલ્મમેકર સૂરજ બડજાત્યાનો પુત્ર દેવાંશ હવે પિતાને પગલે ફિલ્મ દિગ્દર્શક બનવાની તૈયારી કરી રહ્યો છે. અભિનેતા સલમાન ખાને સૂરજ સાથે ચાર ફિલ્મો કરી છે અને તે દરમિયાન તેણે દેવાંશને મોટો થતો જોયો છે. હાલમાં દેવાંશ ફિલ્મની પટકથા પર કામ કરી  રહ્યો છે અને તેની ઇચ્છા સલમાનને લેવાની છે. જોકે, સૂરજે પુત્રને સલાહ આપતાં સૌથી પહેલાં પટકથા પૂરી કરવાનું કહ્યું છે. ત્યાર બાદ જ ફિલ્મના કલાકારોની પસંદગી કરવાનું જણાવ્યું છે. બીજી તરફ સલમાન પણ આગામી 20 મહિના સુધી વ્યસ્ત છે. આથી દેવાંશને ત્યાર પછીનો જ સમય ફાળવી શકશે. રાજશ્રી ફિલ્મ સ્ટુડિયોના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પટકથા હાથમાં આવ્યા બાદ જ કલાકારો વિશે કશું કહી શકાશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer