રામ જેઠમલાણીના જીવન પરની ફિલ્મનું નિર્માણ કરું છું : સોહા અલી ખાન

રામ જેઠમલાણીના જીવન પરની ફિલ્મનું નિર્માણ કરું છું : સોહા અલી ખાન
માતા બન્યા બાદ સોહા અલી ખાનની પ્રથમ ફિલ્મ `સાહબ બીવી ઓર ગૅંગસ્ટર-3' હવે રજૂ થવાની છે. આ ઉપરાંત તે ફિલ્મ નિર્માતા રોની ક્રૂવાલા સાથે મળીને જાણીતા વકીલ રામ જેઠમલાણીના જીવન પર આધારિત ફિલ્મનું નિર્માણ પણ કરશે. આ વાતને પુષ્ટિ આપતાં સોહાએ કહ્યું કે, આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જ શરૂ થશે. અમે દિગ્દર્શકની પસંદગી કરી લીધી છે. રામ 95 વર્ષની ઉંમરના છે. તેમની કારકિર્દી સાત દાયકામાં વ્યાપેલી છે. આથી ફિલ્મમાં તેમના જીવનનો કયો તબક્કો લેવો તેનો નિર્ણય હવે કરીશું અને કલાકારો પણ તે અનુરૂપ જ લેવામાં આવશે. 
2018નું વર્ષ પોતાના માટે બહુ મહત્ત્વનું છે એમ જણાવતાં સોહાએ કહ્યું કે, દીકરી ઇનાયા હવે મારા જીવનનું કેન્દ્રબિંદુ બની ગઇ છે. તૈમૂર અલી ખાનની જેમ તે પણ સોશિયલ મીડિયામાં આકર્ષણનું કેન્દ્ર બની ગઇ છે. તેને કોઇની નજર ન લાગે તે માટે હું તેના ફોટા પોસ્ટ નથી કરતી પણ કેટલાક ફોટા એટલા સુંદર હોય છે કે તેને ઇન્સ્ટાગ્રામ પર મૂકયા વગર રહી શકતી નથી. આથી મેં તેના કાંડા પર કાળો દોરો બાંધવાનું અને તેને કાળું ટપકું કરવાનું શરૂ કર્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer