ટ્રાયથ્લોન ચૅમ્પિયનશિપમાં બિશ્વોરજીત અને સમીરાને સુવર્ણચંદ્રક

ટ્રાયથ્લોન ચૅમ્પિયનશિપમાં બિશ્વોરજીત અને સમીરાને સુવર્ણચંદ્રક
 
ગુજરાતની પ્રજ્ઞા મોહન બીજા સ્થાને રહી

વિશાખાપટ્ટનમ તા.12: સેના ખેલ સંવર્ધન બોર્ડ (એસએસસીબી)ના બિશ્વોરજીત સિંહ અને ગોવાની સમીરા અબ્રાહમે સીનીયર નેશનલ ટ્રાયથ્લોન ચેમ્પિયનશીપમાં ક્રમશ: પુરુષ અને મહિલા વિભાગમાં ખિતાબ જીત્યા હતા. બિશ્વોરજીતે 2 કલાક, 9 મિનિટ અને 46 સેકન્ડમાં સ્પર્ધા પૂરી કરી હતી. જેમાં 1.5 કિમી તરણ, 40 કિમી સાઇકલીંગ અને 10 કિમી દોડ સામેલ હોય છે. તેણે તરણ સ્પર્ધા 21.53 સેકન્ડમાં, સાઇકલીંગ સ્પર્ધા એક કલાક પાંચ મિનિટ અને છ સેકન્ડમાં સમાપ્ત કરી હતી. 
મહિલા વિભાગમાં સમીરા અબ્રાહમ ચેમ્પિયન બની હતી. તેણીએ 2 કલાક, 30 મિનિટ અને 4 સેકન્ડમાં ટ્રાયથ્લોન સ્પર્ધા પૂરી કરી હતી. તરણ સ્પર્ધા 27.45 સેકન્ડમાં, સાઇકલીંગ સ્પર્ધા 1:10.16ના સમય સાથે અને દોડ 51.01 મિનિટમાં પૂરી કરી હતી. ગુજરાતની પ્રજ્ઞા મોહનને રજત અને મોનિકા નાગપુરેને કાંસ્યચંદ્રક મળ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer