અર્થતંત્રની બે સારી ઘટના ઔદ્યોગિક ઉત્પાદન ફરીથી વધ્યું, ફુગાવો ઘટીને 4.44 ટકા

અર્થતંત્રની બે સારી ઘટના ઔદ્યોગિક ઉત્પાદન ફરીથી વધ્યું, ફુગાવો ઘટીને 4.44 ટકા
 
નવી દિલ્હી, તા. 12 : મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે 8.7 ટકાની ઝડપી વૃદ્ધિને કારણે જાન્યુઆરીમાં ઔદ્યોગિક ઉત્પાદનની વૃદ્ધિ 7.5 ટકા થઈ હોવાનું સેન્ટ્રલ સ્ઁટટિસ્ટિક્સ અૉફિસ દ્વારા રજૂ કરેલા આંકડામાં જાણવા મળ્યું છે. 
ડિસેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદન ઈન્ડેક્સમાં 7.1 ટકા થયું હતું અને નવેમ્બરમાં 8.8 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. 
વીજળી ક્ષેત્રે 7.6 ટકાની વૃદ્ધિને ટેકે ઉત્પાદનનો વ્યાપ વધ્યો છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં સાતત્યસભર વૃદ્ધિને કારણે ચોથા ત્રિમાસિકમાં તંદુરસ્ત આર્થિક વૃદ્ધિના સંકેતને બળ મળ્યું છે. અૉક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિ 7.2 ટકા થઈ હતી.
ફેબ્રુઆરીમાં રિટેલ ફુગાવો ઘટીને 4.44 ટકા નોંધાયો છે, જે જાન્યુઆરીમાં 5.07 ટકા હતો. રિઝર્વ બૅન્કના ચાર ટકાના લક્ષ્યાંક કરતાં આ આંક ઊંચો છે. મધ્યસ્થ બૅન્કે વર્ષ 2018-19 માટે રિટેલ ફૂગાવાનું સ્તર એપ્રિલ-સપ્ટેમ્બરમાં 5.1-5.6 ટકા અને ઉત્તરાર્ધમાં 4.5 - 4.6 ટકા રહેવાનો અંદાજ રજૂ કર્યો હતો. 
ગ્રાહક ખાદ્યાન્ન ફુગાવો ફેબ્રુઆરીમાં 3.38 ટકા નોંધાયો છે, જે જાન્યુઆરીમાં 4.58 ટકા હતો. ફેબ્રુઆરીમાં શાકભાજીના ભાવ જાન્યુઆરીના 4.7 ટકાની સરખામણીએ 3.38 ટકા વધ્યાં હતાં. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer