મતદાર ઓળખપત્ર સાથે આધારનું જોડાણ ફરજિયાત થશે !


ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટ પાસેથી પરવાનગી માગી

નવી દિલ્હી,તા.12: મતદાર ઓળખપત્ર સાથે આધાર નંબરનું જોડાણ ફરજિયાત બનાવવા માટે મહત્વનું પગલું ભરતાં ચૂંટણીપંચ દ્વારા સુપ્રીમ કોર્ટમાં સુધારેલી અરજી દાખલ કરી છે. પંચે અગાઉ પણ આ પગલાંને સમર્થન આપેલું અને તેનાં કહેવા અનુસાર જો મતદાર કાર્ડ સાથે આધાર જોડવામાં આવશે તો મતદાનમાં છેતરપિંડી નિવારી શકાશે અને એક વ્યક્તિ એક જ મત આપી શકે તે અંકે થઈ શકશે.
ઉલ્લેખનીય છે કે મતદાર ઓળખપત્ર સાથે આધારનું જોડાણ ચૂંટણીપંચે સ્વૈચ્છિક રાખેલું છે. જો કે ચીફ ઈલેક્શન કમિશનર એ.કે.જોતિએ 2016માં પોતાનો પદભાર સંભાળ્યો ત્યારથી પંચે પોતાનો અભિગમ બદલ્યો છે અને હવે તેના દ્વારા આ પ્રક્રિયા ફરજિયાત બનાવવાની હિમાયત કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં મતદાર કાર્ડ સાથે 32 કરોડ આધાર નંબરનું જોડાણ થઈ ચૂક્યું છે. એકવાર સુપ્રીમ કોર્ટની પરવાનગી મળી જાય એટલે બાકી પ4.પ કરોડ આધાર નંબર પણ જોડવામાં આવશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer