નોટબંધી, જીએસટીના વિક્ષેપમાંથી ભારત ઉગરી રહ્યું છે : આઈએમએફ


વિકાસ ધીમો પડયો હતો, પરંતુ્ હવે ફરીથી ઝડપી વિકસિત અર્થતંત્રના માર્ગે

વોશિંગ્ટન, તા. 12 : આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે જણાવ્યું હતું કે, નોટબંધી અને ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નાં અમલીકરણ પછી ઊભા થયેલા વિક્ષેપોમાંથી ભારતીય અર્થતંત્ર હવે બહાર નીકળી રહ્યું હોવાના પથ પર લાગી રહ્યું છે.
આ સાથે જ આઈએમએફએ શિક્ષણ, આરોગ્ય જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં થયેલા નોંધનીય સુધારાનો તેમજ બેન્કિંગ અને ફાયનાન્શિયલ પદ્ધતિમાં સુધરતી ગુણવત્તાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આઈએમએફના મેનેજિંગ ડાયરેક્ટર તાઓ ઝાંગે પીટીઆઈને એક મુલાકાતમાં કહ્યું કે, `તાજેતરના વર્ષોમાં ભારતનું અર્થતંત્ર મજબૂતાઈથી સુધર્યું છે, જે સ્થિરતા પર ભાર મૂકતી સુક્ષ્મ આર્થિક નીતિઓને આભારી છે. નોટબંધી અને જીએસટીના અમલથી ઊભા થયેલા વિક્ષેપોથી વિકાસ ધીમો પડયો હતો. જો કે, અર્થતંત્ર છેલ્લા ત્રિમાસિક ગાળામાં 7.2 ટકાના દરે વિકસી રહ્યું છે. ભારતે સૌથી ઝડપી વિકસતા દેશ તરીકે નામના ફરીથી હાંસિલ કરી લીધી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer