સુનંદા પુષ્કરની હત્યા થઈ હતી : ગુપ્ત રિપોર્ટ


`કોણે હત્યા કરી તે તપાસનીશો શરૂઆતથી જાણતા હતા છતાં કમોત આજ સુધી રહસ્યમય બની રહ્યું'
 
નવી દિલ્હી, તા.12: સુનંદા પુષ્કરના મૃત્યુના રહસ્યને મળેલા એક નવા વળાંકમાં એક ગુપ્ત રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે સિનિયર કોંગ્રેસી નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી શશી થરુરની પત્ની સુનંદાની બેશક હત્યા થઈ હતી. સુનંદાને કોણે મારી નાખી તે અંગે તપાસનીશો શરૂઆતથી જાણતા હતા, છતાં આજ સુધી તેનુ મોત રહસ્યમયી રહ્યું છે.
તત્કાલીન નાયબ પોલીસ કમિશનર બીએસ જયસ્વાલે તૈયાર કરેલા પ્રથમ રિપોર્ટમાં સ્પષ્ટ જણાવાયુ છે કે લીલા હોટેલ ખાતે ગુનાના સ્થળનું ઈન્સ્પેકશન કરનાર અને ઈન્ક્વેસ્ટ કારવાઈ કરનાર વસંત વિહારના સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ  અલોક શર્માનો મત એવો હતો કે આ આપઘાત નથી. ઈન્કવેસ્ટ કારવાઈથી અસંતુષ્ટ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટે કેસની હત્યા તરીકે તપાસ કરવા સરોજિની નગરના એસએચઓને આદેશ આપ્યો હતે.
ઓટોપ્સી રિપોર્ટમાં જણાવાયુ છે કે મારી શ્રેષ્ઠ જાણકારી અને માન્યતા મુજબ હત્યાનું કારણ ઝેર અપાયાનું છે. અલ્પ્રાઝોલામ ઝેર અપાયું હોવાનું સાંયોગિક પુરાવા સૂચવે છે. ઉલ્લેખવામાં આવેલી તમામ ઈજાઓ બોથડ પદાર્થ વડે (બ્લન્ટ ફોર્સ) થઈ છે.  ઈજા નંબર દસ ઈન્જેકશનના નિશાન સૂચવે છે, તો ઈજા નં.બાર દાંત ભીંસવાના માર્ક દર્શાવે છે. 1થી 1પ નંબરની ઈજાઓ 12 કલાકથી લઈ ચાર દિવસ સુધીના સમયગાળાની છે.
રિપોર્ટમાં સ્પષ્ટ જણાયું છે કે ઈન્જેકશનના નિશાન તાજા ન હતા તથા વળી સુનંદાના શરીર પર ઝપાઝપીના ય વિવિધ નિશાન હતા. તેઓના અંગત એટેન્ડન્ટ નારાયણસિંહે આપેલા નિવેદન મુજબ સુનંદા અને તેમના પતિ શશી થરુર વચ્ચે  ઝપાઝપી થયાનું જણાય છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer