યુએઈથી તુર્કી જઈ રહેલું વિમાન ઈરાનમાં તૂટયું : 11નાં મોત


તેહરાન, તા. 12 : સંયુક્ત આરબ અમિરાતથી ઈસ્તાંબુલ જઈ રહેલું તુર્કીનું એક ખાનગી વિમાન ઈરાનમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. ઈરાનના સરકારી ટેલિવિઝને જણાવ્યું કે, તેમાં 11 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ઈરાનનાં અન્ય માધ્યમોના હેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ખરાબ મોસમના કારણે વિમાન બરફાચ્છાદિત જગસેસ પર્વતથી ટકરાઈને પડી ગયું હતું. સરકારી ટેલિવિઝનના હેવાલ મુજબ, વિમાન અમિરાતથી ઉડાન ભરીને દક્ષિણ ઈરાનથી 400 કિલોમીટર દૂર શહેર-એ-ફોર્દમાં દુર્ઘટનાગ્રસ્ત બની ગયું હતું, જે કેનેડાનું બોમ્બાર્ડિયર વિમાન હતું. તેમાં આઠ યાત્રી અને ત્રણ ચાલકદળના સભ્યો હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer