જેટલી, રવિશંકર પ્રસાદ સહિતના દિગ્ગજ નેતાઓએ રાજ્યસભા માટે નોંધાવી ઉમેદવારી

 
નવી દિલ્હી, તા. 12 : રાજ્યસભા ચૂંટણી માટે આજે નાણામંત્રી અરૂણ જેટલી, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સહિતના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ઉત્તરપ્રદેશથી ઉમેદવાર અરૂણ જેટલીએ સવારે 11 વાગ્યા બાદ વિધાનસભાના ટંડન હોલમાં ઉમેદવારી દાખલ કરી હતી. આ સમયે જેટલી સાથે ઉપમુખ્યમંત્રી કેશવ મોર્ય, દિનેશ શર્મા, કેબિનેટ મંત્રી સતીશ મહાના વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 
રાજ્યસભા બેઠકો માટે ભાજપે  ઉત્તરપ્રદેશથી અરૂણ જેટલી, ડો. અશોક વાજપેઈ, વિજયપાલસિંહ તોમર, સકલદીપ રાજભર, કાંતા કર્દમ, ડો. અનિલ જૈન, જીવીએલ નરસિમ્હા રાવ અને હરનાથસિંહ યાદવને ઉમેદવાર ઘોષિત કર્યા હતા. બિહારમાં ભાજપ તરફથી રવિશંકર પ્રસાદ, જેડીયૂમાંથી નારાયણ સિંહ અને મહેન્દ્ર પ્રસાદે ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર, ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી, ભાજપ અધ્યક્ષ નિત્યાનંદ રાય સહિતના મંત્રીઓ અને વિધાયકો હાજર રહ્યા હતા. બીજી તરફ રાજદના મનોજ ઝા અને અશફાક કરીમ પણ ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા. આ ઉપરાંત રાજસ્થાન અને ઝારખંડમાં પણ ભાજપના ઉમેદવારોએ રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer