સરકારોની સંવેદનહીનતા સામેની લડતમાં કૉંગ્રેસ કિસાનોની સાથે છે : રાહુલ

સરકારોની સંવેદનહીનતા સામેની લડતમાં કૉંગ્રેસ કિસાનોની સાથે છે : રાહુલ
 
નવી દિલ્હી, તા. 12 : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે મહારાષ્ટ્રમાં ડાબેરી પ્રેરિત વ્યાપક કિસાન આંદોલનને `લોકોની તાકાતનું સટીક ઉદાહરણ' ગણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને અહમ્ છોડીને કિસાનોની ન્યાયી માગણીઓ સ્વીકારી લેવાની અપીલ કરી હતી.
મુંબઈ તરફ ધરતીપુત્ર સમુદાયની જંગી કૂચ જનશક્તિનું મજબૂત ઉદાહરણ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની સંવેદનહીનતા વિરુદ્ધ લડતમાં કોંગ્રેસ કિસાનોની પડખે છે તેવું રાહુલે કહ્યું હતું.
હું નરેન્દ્ર મોદી અને દેવેન્દ્ર ફડણવીસને અપીલ કરું છું કે અહમ્ છોડી દે અને ખેડૂતોની યથાર્થ માગણીઓ સ્વીકારી લે, તેવું કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું.
રાહુલે એવું પણ કહ્યું હતું કે, આ કંઈ માત્ર મહારાષ્ટ્રના જ નહીં, પરંતુ દેશભરનાં તમામ રાજ્યના ખેડૂતોની સમસ્યાઓ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer