કલ્યાણના ડમ્પિંગ ગ્રાઉન્ડની આગ બુઝાવવા ખાડીનાં પાણીનો ઉપયોગ

અમારા પ્રતિનિધિ તરફથી  કલ્યાણ, તા. 13 : કલ્યાણમાં આધારવાડી સ્થિત ડમ્પિંગ ગ્રાઉન્ડમાં લાગેલી આગને પહોંચી વળવા માટે આસપાસ ખાડીમાંનાં પાણીનો ઉપયોગ કરવામાં આવશે એવી માહિતી કડોમપાના આયુક્ત વેલરાસુએ આપી છે. આ પહેલાં આગને કારણે તે પરિસરમાં રહેતા લોકોને વેઠવી પડતી મુશ્કેલી અંગે શિવસેનાના શહેર એકમના વડા વિશ્વનાથ ભોઈરની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળે આયુક્તને મળવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, તેમની ગેરહાજરીમાં વધારાના આયુક્ત સંજય ઘરતે તેઓની રજૂઆત સાંભળી હતી.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer