વૈશ્વિક મિશ્ર ટોન : સ્થાનિકમાં વૃદ્ધિની ચાલ ધીમી પડી

મુંબઈ, તા. 13 : છેલ્લાં બે સત્રો તેમાં ગઈકાલનો 600થી વધુ પોઈન્ટના જંગી ઉછાળા પછી સ્થાનિકમાં આજે સવારે બેન્ચમાર્ક `ફ્લેટ' ખુલ્યો હતો, એટલે કે બજારની વૃદ્ધિની ચાલ ધીમી પડી ગઈ હતી. એશિયન તેમ જ અમેરિકાના બજારોના મિશ્ર અહેવાલની અસર જણાઈ હતી. આગળ ઉપર બજારમાં ધીમી વૃદ્ધિ તો જણાઈ પણ લેવાલીમાં સાથે સાવચેતી પણ વર્તાતી હતી. બેન્ચમાર્ક સેન્સેક્ષ આ લખાય છે ત્યારે 10-03 વાગે આગલા બંધની તુલનામાં 65 પોઈન્ટ વધીને 33,982ની અને નિફ્ટી 23 પોઈન્ટ વધી 10,444ની સપાટીને સ્પર્શ્યા હતા. આમ તો ગઈકાલે ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ અને ફુગાવામાં ઘટાડાનો ડેટા પ્રોત્સાહક ગણાય. એટલે જ વૈશ્વિક મિશ્ર ટ્રેન્ડ છતાં બજારમાં વેચવાલીનું માનસ ઓછું જણાતું હતું. હવે જથાબંધ ફુગાવાનો આંક વગેરે પર બજારની નજર રહે છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer