બનાસકાંઠા : 14 તાલુકા પંચાયતમાંથી આઠ પર કૉંગ્રેસ અને છ પર ભાજપના પ્રમુખ

પાલનપુર, તા. 13 : બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાં તાલુકા પંચાયતના પ્રમુખો અને ઉપપ્રમુખોની વરણી કરાઈ હતી. જેમાં આઠ પર કૉંગ્રેસ જ્યારે છ પર ભાજપે જીત હાંસલ કરી છે. જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવીએ જણાવ્યું હતું કે જિલ્લાની પ્રજાએ વિધાનસભાની ચૂંટણી બાદ તાલુકા પંચાચયતમાં પણ કૉંગ્રેસ પર વિશ્વાસ મૂક્યો હતો. કૉંગ્રેસ ગરીબલક્ષી વિકાસના કામ કરવા કટીબધ્ધ છે જ્યારે ભાજપના જિલ્લા પ્રવકતા હિતેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, 14 પૈકી છ પર ભાજપે સુકાન સંભાળ્યુ છે. લાખણીમાં ઉપપ્રમુખ ભાજપના છે. જેથી ત્યાં મિશ્રસ્થિતિ છે. અન્ય તાલુકામાં જાગૃત વિપક્ષની ફરજ અદા કરીશું.   વડગામ તાલુકા પંચાયતમાં કૉંગ્રેસની સત્તા આવી હતી. ચૂંટણી બાદ કૉંગ્રેસના તમામ ઉમેદવારે સહેલગાહે ઊપડી ગયા હતા. સોમવારે પ્રમુખ માટે યોજાયેલી ચૂંટણીમાં ઉમેદવારો જયારે અંદર આવી રહ્યા હતા ત્યારે તાલુકા પંચાયતની ગેટની બહાર ભારે ઝપાઝપી થઈ હતી અને છેલ્લે કૉંગ્રેસના માહી સીટના મહિલા ઉમેદવાર રાબિયાબેન અસલમભાઇ પટેલ પ્રમુખ  બન્યાં હતાં.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer