ભારતીય રેલવેમાં 90,000 નોકરીની જગ્યા માટે 1.5 કરોડ અરજીઓ મળી

નવી દિલ્હી, તા. 13 : ભારતીય રેલવેને 90,000 જગ્યા માટે અૉનલાઈન રેકોર્ડ 1.5 કરોડ અરજી મળી છે. રેલવેએ ગ્રુપ-સી અને ગ્રુપ-ડી  કૅટેગરીમાં માસિક રૂા. 18,000થી રૂા. 20,000ના પગારના જોબ માટે અરજી મંગાવી હતી. અરજીની છેલ્લી તારીખ 31 માર્ચ છે.  અરજદારોએ હવે જોબ મેળવવા અૉનલાઈન ટેસ્ટની સીરિઝ પાસ કરવાની રહેશે. રેલવે મંત્રાલયે ગ્રુપ-ડી કેટેગરીની 63,000 જોબ માટે નોટિફિકેશન ઇસ્યૂ કર્યું હતું. ત્યાર પછી લોકો પાઈલટ્સ અને આસિસ્ટન્ટ લોકો પાઈલટ્સ માટે 26,500 જોબનું વધુ એક નોટિફિકેશન જારી કરાયું હતું. નોકરી માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત હાઈસ્કૂલ પાસ અને આઈટીઆઈ ડિપ્લોમા હતી. ભારતીય રેલવેની કોઈ પણ કેટેગરી માટે મળેલી આ સૌથી વધુ અરજીઓ છે એમ એક સિનિયર રેલવે અધિકારીએ જણાવ્યું હતું.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer