ખેડૂત યુનિયનો દ્વારા હવે ભૂખ હડતાળ, જેલભરો આંદોલન

મુંબઈ, તા. 13 : હાલ તો આંદોલનકારી ખેડૂતવર્ગને સમજાવવામાં રાજ્ય સરકાર સફળ રહી છે, પણ ખેડૂત યુનિયનોએ તો તેઓનું આગામી પગલું વિચારી લીધું છે. 35 કૃષિ યુનિયનોની સ્થાયી સમિતી એક દિવસ માટે 19 માર્ચના ``અન્ન સત્યાગ્રહ'' મનાવવા ભૂખ હડતાળ પાડવાની તૈયારી કરી રહી છે. ભાજપ-સેના સરકાર ખેડૂતોના આપઘાતોને નિવારવામાં નિષ્ફળ ગઈ છે. આ ભૂખ હડતાળ વાસ્તવમાં મૃત્યુ પાગેલાં હજારો ખેડૂતોનાં પરિવારોની સાથેનાં ધ્યેયનું એકાત્મવ દર્શાવે છે એમ શેતકરી સંગઠનના વડા રઘુનાથ પાટિલે જણાવ્યું હતું.  ભૂખ હડતાળ માટેની તારીખ અર્થસભર ગણાય, કારણ કે રાજ્યમાં ખેડૂત દ્વારા આપઘાતનો પ્રથમ કિસ્સો 19મી માર્ચ 1986માં બન્યો હતો. યવતમાળના ખેડૂત સાહેબરાવે કર્યો છે. બે દાયકા પૂર્વે આપઘાત કરનાર પ્રથમ ખેડૂત રહ્યા હતા. ભૂખ હડતાળ પછી 30 એપ્રિલે રાજ્યભરમાં જેલભરો આંદોલન યોજાશે અને લોનનું કરજ સંપૂર્ણ માફ કરી દેવા અને ખેડૂતો માટે પૅન્શન યોજનાની માગણી કરાશે.  ખેડૂતોની સ્થાયી સમિતિમાં અન્ય યુનિયનોમાં કિશોર ધામેલનું સત્યશોધક શેતકરી સંગઠન, ગણેશ જગતાપના પબિરાજા શેતકરી સંગઠન, પીસન્ટસ ઍન્ડ વર્કસ પાર્ટી અૉફ ઇન્ડિયાના કિસાન સભા અને બાળા  દમાલ પંચાયત રહ્યા છ   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer