સતત બીજા વર્ષે એચ-1 બી વિઝા માટેની અરજીઓમા` ઘટાડો

સતત બીજા વર્ષે એચ-1 બી વિઝા માટેની અરજીઓમા` ઘટાડો
નવી દિલ્હી, તા. 15 : અમેરિકામા` ઓન-સાઇટ પ્રોજેકટ માટે ભારતનો આઇટી ઉદ્યોગ જેના ઉપર બહુ આધાર રાખે છે તે એચ-1 બી વિઝા માટેની અરજીની સ`ખ્યામા` સતત બીજા વર્ષે ઘટાડો થયો છે. 2018-19 માટે, કે જેમા` સફળ વિઝા અરજદારોને  1લી ઓકટોબર 2018થી અમેરિકામા` કામ કરવાની પરવાનગી અપાય છે. તે માટે અમેરિકન એજન્સીએ 1.90 લાખ અરજીઓ પ્રાપ્ત કરી છે, જે પાછલી મોસમમા` લગભગ બે લાખ જેટલી હતી.
આમ 2017-18ની સરખામણીએ આવી અરજીમા` જે 4.5 ટકાનો અથવા તો 8902 અરજીઓનો જે ઘટાડો થયો એ ટ્રમ્પ વહીવટી ત`ત્રની રક્ષણાત્મક નીતિઓ જોતા` ઠીક ઠીક પ્રમાણમા` ગણાય છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન મોટી ભારતીય ટેક ક`પનીઓએ અમેરિકામા` સ્થાનિક લોકોને નોકરીમા` રાખવાનુ` શરૂ કર્યું છે, ત્યારે એચ-1 વી વીઝામા` રસ ઘટતો જાય છે.
2013-14ના વર્ષથી દરેક વર્ષે યુનાઇટેડ સ્ટેટસ સિટિઝનશિપ એન્ડ ઇમીગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઇએસ) વાર્ષિક કવોટા કરતા` અરજદારોની સ`ખ્યા ઘણી વધી જતા લોટરીની પધ્ધતિ દાખલ કરવી પડી છે. આની સ`ખ્યા 2016-17મા` ટોચ ઉપર પહોંચી ગઇ હતી જયારે 2.4 લાખ અરજીઓ આવી હતી. જો વર્તમાન વર્ષના` આ`કડાઓને આ ટોચના` આ`કડા સાથે સરખાવીએ તો તે લગભગ 20 ટકા જેટલા ઘટયા છે.
વસાહતીઓના` કાયદાઓની નિષ્ણાત સ`સ્થા ફ્રેગોમેને જણાવ્યુ` હતુ` કે, આ વર્ષે લોટરી દ્વારા પસ`દગી થવાની 38 ટકા જેટલી તક છે. એડવાન્સડ ડીગ્રી કેસોમા` તકલીફનુ` કારણ એ છે કે જો તેઓ પ્રથમ લોટરીમા` પસ`દગી ન પામ્યા હોય તો તેમને પસ`દગી માટે બીજી તક મળે છે.
આ મોસમમા` પસ`દગી પામવાની એક`દર તક 45 ટકા છે. લોટરીની પ્રક્રિયામા` પસ`દગીનો અર્થ એચ-1 બી વીઝા ઓટોમેટીક ગ્રા`ટ થઇ જાય તેવુ` નથી. ગયા વર્ષે યુએસસીઆઇએસને વિઝા અરજીની પ્રોસેસ દરમિયાન સ`ખ્યાબ`ધ પૂછપરછોનો સામનો કરવો પડયો હતો, જેનો રીકવેસ્ટ ફોર એવીડન્સ (આરએફઇ) તરીકે સ`દર્ભ આપવામા` આવ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer