હવે પોલીસ સ્ટેશને જવા મહિલાઓની હિ`મત વધશે : મેનકા ગા`ધી

હવે પોલીસ સ્ટેશને જવા મહિલાઓની હિ`મત વધશે : મેનકા ગા`ધી
પોલીસ દળોમા` 30 ટકા મહિલા ભરતીની જોગવાઇ
કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ પ્રધાને 15મા એફજીઆઇ શ્રેષ્ઠતા પુરસ્કારોનુ` કર્યું વિતરણ
અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા. 15 : ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા સ`જય ગા`ધીએ, 15મા એફજીઆઇ શ્રેષ્ઠતા પુરસ્કારોનુ` વિતરણ કરતા` જણાવ્યુ` હતુ` કે, મહિલાઓ દેશની કરોડરજ્જુ (બેકબોન) છે અને સમાજના મહિલાઓ પ્રત્યેના અભિગમમા` બદલાવથી જ શ્રેષ્ઠ નારી સશક્તીકરણ શક્ય બનશે. તેમણે જણાવ્યુ` હતુ` કે, દેશના પોલીસ દળોમા` 30 ટકા મહિલા અનામતનો અમલ શરૂ કરવામા` આવ્યો છે જેના લીધે પોલીસ મથકોમા` મહિલાઓ વધુ વિશ્વાસ સાથે પોતાની મુશ્કેલીઓ અને ફરિયાદોના નિવારણ માટે જતી થશે. મેનકાજીના અનુરોધથી એફજીઆઇએ કચ્છની કલા સમૃદ્ધ બહેનો અને ઊંટપાલક માલધારીઓનુ` વિશિષ્ઠ સન્માન કર્યું હતુ` અને તેમની નારી સમુદાય માટેની સ`વેદનશીલતાને આદર આપ્યો હતો. 
વડા પ્રધાનના વિધેયાત્મક અભિગમ અને પીઠબળથી ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મ`ત્રાલયને સ્વત`ત્ર કચેરી અને આગવી ઓળખ મળી છે એવી લાગણી વ્યક્ત કરતા` મેનકાજીએ જણાવ્યુ` કે, દર એક હજાર પુરુષ બાળ જન્મ સામે સ્ત્રી બાળ જન્મનુ` પ્રમાણ ભારતમા` 800 (ગુજરાતમા` 750) જેટલુ` નીચુ` ગયુ` હતુ`. સ્ત્રી બાળ જન્મને ઉત્તેજન આપવા દેશના 100 જેટલા જિલ્લાઓમા` ડીએમને નોડલ અધિકારી બનાવીને વિશેષ પ્રયાસો કરવામા` આવ્યા, જેના પરિણામે સ્ત્રી બાળ જન્મ વધ્યો છે. ગામમા` છોકરા-છોકરીઓની સ`ખ્યાના બોર્ડ મૂકવા, બાળ લગ્નો સામે કડકાઇ જેવા પગલા`ઓના સારા પરિણામો મળ્યા છે. નિર્ભયા ઘટનામા`થી બોધપાઠ લઈને શરૂ કરવામા` આવેલા સખી સેન્ટર્સ અને 181 હેલ્પ લાઇનને કારણે મહિલાઓ નિર્ભયપણે ફરિયાદ કરતી થઇ છે અને પુરુષોમા` કાયદાનો ભય પેઠો છે. 
તેમણે મહિલાઓ સ`કટ સમયે ત્વરીત મદદ મેળવી શકે તે માટે તમામ મોબાઇલ્સમા` પેનીક બટન મૂકવાના ઉપાયની
યુપીમા` ટ્રાયલ્સ ચાલી રહી છે અને તેનો ટૂ`ક સમયમા` દેશવ્યાપી અમલ થશે એવો સ`કેત આપ્યો હતો. 
એફજીઆઇ વ્યાપાર, ઉદ્યોગ અને વાણિજ્યની સેવા અને વિકાસના એકસો વર્ષ પૂરા` કરે છે એનો આન`દ વ્યક્ત કરતા` અધ્યક્ષ નીતિન મા`કડે જણાવ્યુ` કે, આર્થિક, સામાજિક અને વૈજ્ઞાનિક ક્ષેત્રોમા` શ્રેષ્ઠતાને પ્રોત્સાહિત કરવા એફજીઆઇ આ એવોર્ડ આપે છે. એફજીઆઇના મહા સચિવ નીતેશ પટેલે સહુને આવકાર્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer