વિરાર લોકલ થઈ 151 વર્ષની!

વિરાર લોકલ થઈ 151 વર્ષની!
1867માં છ ડબાની પહેલી લોકલ દોડી હતી 
મુંબઈ, તા. 15 : વર્ષ 1867 માં 12 એપ્રિલના રોજ પ્રથમ વાર દોડેલી વિરાર લોકલને ગુરુવારે 151 વર્ષ પૂરા થયા હતા. તે સમયે પરોઢે 6.45 મિનિટે એક ગાડી વિરારથી શરૂ થતી હતી અને સાંજે 5.30 વાગે વળતો ફેરો થતો હતો. આ ગાડીમાં મહિલા પ્રવાસીઓ માટે દ્વિતીય શ્રેણીનો એક ડબો હતો. આ ગાડીમાં ત્રણ વર્ગ હતા. નાગરિકો સામાન્ય રીતે બીજી શ્રેણીમાં પ્રવાસ કરતા હતા. બીજા વર્ગ માટે ભાડું સાત પૈસા હતું અને ત્રીજા વર્ગ માટે ત્રણ પૈસા હતું. તેમાં `સ્મૉકિંગ ઝૉન' પણ હતો.  તે સમયે ચર્ચગેટથી વિરાર સુધી ઓછા સ્ટેશનો હોવાથી પ્રવાસમાં બહુ ઓછો સમય લાગતો હતો. નીઅલ (નાલાસોપારા), બસીન (વસઈ), પાણજુ (વસઈની બે ખાડી વચ્ચેનું સ્ટેશન), બેરેવાલા (બોરીવલી), પહાડી (ગોરેગાવ), અંદારૂ (અંધેરી), સાંતાક્રુઝ, બંદોરા (બાંદ્રા), માહીમ, દાદુરે (દાદર), ગ્રાન્ટ રોડ વગેરે સ્ટેશનોના નામ હતા. ગાડી છ ડબામાંથી 15 ડબાની થઈ. રાહદારી પુલ પણ બન્યા. બાકી રેલવેના આજના રૂપથી મુંબઈગરા પરિચિત છે જ. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer