તોગડિયાના સમર્થનમાં ગુજરાતમાં વીએચપીમાં રાજીનામાનો દોર ચાલુ

તોગડિયાના સમર્થનમાં ગુજરાતમાં વીએચપીમાં રાજીનામાનો દોર ચાલુ
17 એપ્રિલથી ગાંધી આશ્રમ અને કલેકટર ઓફિસ વચ્ચે આમરણાંત ઉપવાસ કરશે  અમદાવાદ, તા.15 : વિશ્વ હિન્દુ પરિષદના પ્રવીણ તોગડિયા હવે વિએચપીમાં નથી પરંતુ હિન્દુવાદી કાર્યકરોના દિલમાં હજુ તેઓ વસેલા છે અને ચૂંટણી કરીને પ્રવીણ તોગડિયાને હાંકી કઢાયા તેના ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને અનેક જિલ્લાઓમાં વિએચપીના હોદ્દારોના રાજીનામાનો દોર ચાલુ થયો છે.  તોગડિયા ગઇ રાત્રી અમદાવાદ વિમાની મથકે આવી પહોંચ્યા ત્યારથી તેમના સમર્થકો તેમના સંપર્કમાં છે. આજે સાબરકાંઠાના લગભગ 50 જેટલા હોદ્દારોએ તેમન ારાજીનામા આપી દીધા છે.  ગીર સોમનાથ જિલ્લાના આગેવાનોએ પણ રાજીનામા આપી દીધા છે.  અંદાજે 55  જિલ્લાના 63 પ્રખંડોના 6000 હોદ્દારોએ, કાર્યકરોએ તેમના રાજીનામા આરએસએસના સુપ્રીમોને સુપ્રત કર્યા છે અને હિન્દુઓના રક્ષણ માટે રામમંદીર નિર્માણ માટે તથા ગૌરક્ષા માટે સમાન સિવિલ કોડ માટે કાશ્મીરી પંડિતો માટે તેઓની લડત ચાલુ રહેશે અને આ લડતમાં તેઓ તોગડિયાની સાથે રહેશે. તેઓએ કહ્યું હતું કે પ્રવિણ તોગડિયાના સત્યાગ્રહ ઉપવાસની સાથે તેઓ રહેશે અને સરકાર સામે લડત ચલાવવાની હશે તેમાં પણ તેઓ તોગડિયાની સાથે જ રહેશે.  ડૉ. પ્રવિણ તોગડિયાએ આજે પત્રકારો સાથેની વાતમાં જણાવ્યું હતું કે 32 વર્ષથી તેઓ ઘર પરિવાર છોડી વિહિપમાં હિન્દુઓના કલયાણનું કામ કરતા હતા. તેઓ સાથે ષડયંત્ર કરાવાયું છે અને હવે હું વિહિપામં નથી પણ હિદુઓના કલ્યાણનું કાર્ય કરતા રહેશે.દેશના કેરળ, તામિલનાડુ,આસામ તમામ ભાગોમાંથી તેમના સમર્થકો અમદાવાદ આવી રહ્યા છે અને તેમના સમર્થનમાં લડતમાં ભાગ લેશે.તેમણે કહ્યું હતું કે ભાજપ સરકારે જે વચનો હિન્દુઓને આપેલા અને તે વચન પાળ્યા નથી. નરેન્દ્રભાઇ તે પુરા કરે તે માટેની મારી લડત છે. વ્યક્તિગત કોઇની સાથે તેઓને લડત નથી. તેમણે જણાવ્યું હતું કે તેઓ સંઘ પરિવારના તમામ લોકોને મળ્યા હતા અને ભાજપના આગેવાનોને પણ મળ્યા હતા. તેઓ એક જ વાત કરતા હતા કે સંસદમાં કાયદો લાવવાની જીદ તમે છોડી દો.છ મહિનાઓથી તેમના ઉપર દબાણ હતું કે રામ મંદિરનો મુદો્ તમે પડતો મુકો,જોકે નરેન્દ્ર મોદીએ  સરકારમાં આવતા પહેલા વચનો આપેલા છે તે ભુલી ગયા છે.ગૌરક્ષકોને ગુંડા કહ્યા છે.ભાજપના કાર્યકરોને બજરંગ દળના કાર્યકરો, વિહિપના આર એસ એસના કિસાન સંઘના કાર્યકરો તમામને દબાવી રહ્યા છે.હવે હિન્દુઓએ નિર્ણય કરવાનો છે કે રામ સાથે કે બાબર સાથે રહેવું છ.ઁ 100 કરોડ હિન્દુઓનો પ્રશ્ન છે.કારસેવકોના બલિદાનના કારણે સત્તા પર બેઠા છ.ઁ કાઁગ્રેસના શાસનમાં નહી ભાજપના શાસનમાં 300 હિન્દુઓને મારી નાખ્યા છે.મારા મોટાભાઇ નરેન્દ્ર મોદીથી મારો મોહ ભંગ થયો છે.2019માં નરેન્દ્ર મોદીએ નિર્ણય કરવાનો છે કે  હિન્દુઓનો સાથ લેવાનો છે કે નહીં. જેઓ હિન્દુઓ સાથે રહેશે તેઓની સાથે અમે રહીશું.સંસ્થા મારી પાસે નથી પણ કરોડો હિન્દુઓ મારી સાથે છે.  તેમણે જણાવ્યું હતું કે વિહિપના સંતો તેમને તબિયતને લીધે તેઓને ઉપવાસ નહી કરવા દબાણ કરી રહ્યા છે પણ તેઓ આ ઉપવાસ કરવામાં મક્કમ છે અને 17મી એપ્રિલથી તેઓ કલેકટર  ઓફિસ અને ગાંધી આશ્રમની વચ્ચે આમરણાંત ઉપવાસ પર બેસવાના છ.ઁ તેઓની સાથે તેમના અનેક સમર્થકો પણ ઉપવાસ પર બેસશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer