કોઈ પણ સંજોગોમાં કોંકણમાં રિફાઇનરી પ્રોજેક્ટ નહીં લાવવા દઈએ : રાજ ઠાકરે

કોઈ પણ સંજોગોમાં કોંકણમાં રિફાઇનરી પ્રોજેક્ટ નહીં લાવવા દઈએ : રાજ ઠાકરે
મુંબઈ, તા. 15 : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના ચીફ રાજ ઠાકરેએ આજે ભાજપ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં કોંકણમાં નાણાર પ્રકલ્પ નહીં થવા દઈએ. મુખ્ય પ્રધાન ધમકી આપે છે કે જો મહારાષ્ટ્ર આ પ્રોજેક્ટની ના પાડશે તો એ ગુજરાતમાં ખસેડાશે. આ પ્રોજેક્ટ ગુજરાતમાં જ કેમ ગોવા કે બીજાં રાજ્યમાં કેમ ખસેડાશે નહીં. આ પ્રોજેક્ટ આવવાનો છે એટલે રાજકીય શાસકોએ પોતાના સગાંવહાલાના નામે જમીનો ક્યારની ખરીદી લીધી છે એવો આક્ષેપ રાજ ઠાકરેએ કર્યો હતો.  રાજ ઠાકરેએ શિવસેનાની ટીકા કરતાં કહ્યું  હતું કે પરપ્રાંતી ફેરિયાનો કોઈ વિરોધ કરતું  નથી. પરંતુ મહારાષ્ટ્ર ખેડૂતો પોતાની ખેતપેદાશો મુંબઈમાં વેચે છે એનો શિવસેનાના નગરસેવક  વિરોધ કરે છે.  મુખ્ય પ્રધાનની ટીકા કરતાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે રાજ્યમાં પાણી નથી, પરંતુ મુખ્ય પ્રધાન એવા ગપ્પા મારે છે કે અમે રાજ્યમાં એક લાખ વીરડી બાંધી.  દેશમાં મહિલાઓ પરના અત્યાચાર વિશે બોલતાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે બળાત્કાર થાય ત્યારે હિન્દુ અને મુસ્લિમ એવો ભેદભાવ કેમ કરો છો. નિર્ભયાકાંડ વખતે તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંઘને બંગડી મોકલનાર સ્મૃતિ ઈરાની કયાં ગયાં. ભાજપ બળાત્કારીને ટેકો આપી રહ્યો છે.  ગુજરાત ચૂંટણી પહેલાં રાહુલને પપુ કહેનારા ચૂંટણી પછી શાંત થઈ ગયા છે પપુ એટલે પરમપૂજ્ય થાય. રાજ ઠાકરેએ આજે મુલુન્ડમાં મહિલા ડ્રાઇવરોને રિક્ષાની ચાવી સુપરત કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer