સબસિડી નાબૂદ થયા બાદ 5600 અરજદારોએ હજ યાત્રા રદ કરી

સબસિડી નાબૂદ થયા બાદ 5600 અરજદારોએ હજ યાત્રા રદ કરી
મુંબઈ, તા. 15 : હજ સબસિડીની નાબૂદી બાદ 5600 હજ અરજદારોએ પોતાની યાત્રા રદ કરી છે. ભારતનો હજ ક્વોટા 1,75,000નો છે. આમાં 1,28,000 હજ કમિટીના માધ્યમથી અને 47,000 પ્રાઇવેટ ટુર અૉપરેટરની મદદથી જાત્રા કરે છે. હજ યાત્રામાંથી ખસી જનાર 5617માંથી 599 જણ રાજ્યના છે. ખાલી થયેલી  બેઠક વેઇટિંગ લિસ્ટમાં રહેલા લોકોને અપાય છે. હજ કમિટીના સીઈઓ ડૉ. એમ.એ. ખાને કહ્યું હતું કે વધેલો મુસાફરી ખર્ચ અરજદારોના ખસી જવાનું કારણ હોઈ શકે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer