ગોરેગામમાં એસ. વી. રોડ પર ગર્ડર અને ક્રેન ખાબક્યા!

ગોરેગામમાં એસ. વી. રોડ પર ગર્ડર અને ક્રેન ખાબક્યા!
જોકે સદ્નસીબે કોઇને ઇજા નથી થઇ, ટ્રાફિકની હાલાકી 
મુંબઈ, તા.15 : ગોરેગાંવમાં એસ.વી. રોડ પર પૂલના બાંધકામ દરમિયાન ગર્ડર અને ક્રેન ખાબકી હતી, જો કે સદ્નસીબે આ ઘટનામાં કોઇને ઇજા નથી પહોંચી પરંતુ એસ.વી. રોડ પર જોરદાર ટ્રાફિક જૅમ થયો હતો. શનિવારે રાત્રે આ ઘટના બની હતી. આ ઘટનાના પગલે આજે રવિવારે સવારથી ગોરેગાંવના એમટીએનએલ ચોક વાહન વ્યવહાર માટે બંધ કરવો પડયો હતો અને અન્ય માર્ગે ટ્રાફિકને વાળવામાં આવ્યો હતો. બપોર સુધી એસ.વી. રોડ પર ક્રેનને હટાવવાની કામગીરી ચાલી હતી અને બપોર બાદ ટ્રાફિક પૂર્વવત થયો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer