પોખરણમાં તેજસે બતાવી તાકાત

પોખરણમાં તેજસે બતાવી તાકાત
23મી એપ્રિલ સુધી ચાલનારા સૌથી મોટા  યુદ્ધ અભ્યાસમાં 1100 યુદ્ધવિમાન સામેલ 
જેસલમેર, તા. 15 : યુદ્ધની તૈયારીઓ પારખવા માટે પાકિસ્તાનની સીમાને અડીને રાજસ્થાનનાં પોખરણમાં ભારતીય વાયુદળનો અત્યાર સુધીનો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યો છે.  નૌકાદળ સહિત ત્રણેય સેનાઓ સામેલ છે. 23મી એપ્રિલ સુધી ચાલનાર આ યુદ્ધ અભ્યાસ દરમ્યાન સ્વદેશમાં નિર્મિત હલ્કાં વજનવાળાં તેજસ યુદ્ધવિમાનોએ તાકાત બતાવી હતી.  તાજેતરમાં જ ભારતીય વાયુદળમાં સામેલ કરાયેલાં તેજસ  યુદ્ધવિમાનોએ એવાં લક્ષ્યો પર નિશાન સાધ્યાં હતાં,  જે આંખેથી દેખાતા નહોતાં.  તેજસ યુદ્ધવિમાનની મદદથી ટૂંકા અંતરે થનારાં યુદ્ધ પણ તાકાત સાથે લડી શકવાની ક્ષમતાની કસોટી પણ યુદ્ધ અભ્યાસમાં થઇ રહી છે.  તેજસ ઉપરાંત સુખોઇ-30 એમકેઆઇ, મિગ-21, મિગ-27, હોક, મિરાજ-2000 સહિત કુલ્લ 1100 યુદ્ધવિમાન અભ્યાસમાં ભાગ લઇ રહ્યાં છે.  મહાકાય પરિવહન વિમાન સી-17 ગ્લોબ માસ્ટર, સી-130 સુપર હરકયુલિસ, એટેક હેલિકોપ્ટર એમઆઇ-35, એમઆઇ-17 તેમજ ધ્રુવ ચોપર પણ યુદ્ધ અભ્યાસમાં સામેલ છે.  વિમાનોના અવાજ અને પોખરણમાં ફેંકાતા બોમ્બના અવાજો મોડી રાત સુધી સંભળાતા રહે છે.     

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer