ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર ગમખ્વાર અકસ્માતમા` 10 જણના` મોત

ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર ગમખ્વાર અકસ્માતમા` 10 જણના` મોત
એક પરિવાર મામેરુ` આપવા, બીજો સગાઈ કરવા જઈ રહ્યો હતો
ભચાઉ, તા. 15 : ભુજ-ભચાઉ ધોરીમાર્ગ ઉપર શિકરા ગામ નજીક યુરો સિરામિક ક`પની સામે આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગા`ધીધામના` કુ`ભારડી ગામે સગાઇ અર્થે જતી ખાનગી લકઝરી બસ અને શિકરાથી વિજપાસર સગાઇ પ્રસ`ગે મામેરુ` આપવા જતા પટેલ પરિવારના ટ્રેકટર વચ્ચે ધડાકાભેર અથડામણ થતા` મ`ગલિયા ગીતોની વચ્ચે ચીસાચીસ થઇ પડી હતી. આ જીવલેણ અકસ્માતમા` ટ્રેકટર પર સવાર શિકરા ગામના પટેલ પરિવારના 9 તથા એક વિજપાસરના મહિલા એમ કુલ 10 લોકોના` કરુણ મોત થયા` હતા`.
તો ઘવાયેલા 10 લોકોને સારવાર અર્થે વાગડ વેલ્ફેર ગા`ધીધામ તથા રાજકોટ એમ જુદી જુદી હોસ્પિટલોમા` સારવાર અર્થે ખસેડાયા હતા. આજે સવારે આ ગમખ્વાર અકસ્માતને પગલે ફરી એક વખત ભુજ-ભચાઉ માર્ગ રક્તર`િજત બન્યો હતો. કાળમુખા આ અકસ્માત પછી બનાવસ્થળે આ`ખો મીંચી દેનારા લોકોની લાશોને પી.એમ. માટે લઇ જવાઇ હતી.
કઠણ હૃદયના માનવીના પણ પગ ધ્રુજાવી દે તેવો આ બનાવ આજે સવારે 9-45ના અરસામા` ભુજ-ભચાઉ માર્ગ ઉપર શિકરા ગામ નજીક યુરો સિરામિક ક`પની પાસે બન્યો હતો. શિકરા ગામના` લેવા પાટીદાર સમાજના અનાવાડિયા સા`ખના શવજી પદમા અનાવાડિયા (પટેલ) પરિવારની દીકરીને ત્યા` વિજપાસર ખાતે દીકરા-દીકરીની સગાઇ પ્રસ`ગે ટ્રેકટરમા` સવાર થઇને મામેરુ` આપવા આ પરિવાર જઇ રહ્યો હતો.
તો ગા`ધીધામના` ભારતનગર વિસ્તારમા` રહેતા ભોગીલાલ વસ્તાભાઇ સથવારાના પુત્ર વિરલની સગાઇ હોવાથી આ પરિવાર કુ`ભારડી ખાતે જઇ રહ્યો હતો.
દરમ્યાન આ ખાનગી લકઝરી બસ ન`બર જી.જે. 18-ટી 8359 અને સામેથી આવતા ટ્રેકટર ટ્રોલી ન`બર જી.જે. 12-સી.પી. 9028 ધડાકાભેર અથડાતા` આ ટ્રેકટર હવામા` ઊછળીને ફ`ગોળાયુ` હતુ` અને બસ આગળ નીકળી ગઇ હતી. આ બનાવથી થોડીવાર પહેલા` બન્ને વાહનોમા` મ`ગળિયા ગવાઇ રહ્યા હતા હવે તેની જગ્યાએ ચીસાચીસ થઇ પડી હતી અને આ મ`ગળિયા મરશિયામા` ફેરવાઇ ગયા હતા. આ બનાવમા` ઘવાયેલા બાળકો, મહિલાઓ આક્ર`દ કરતા` વાતાવરણ ભારે ગમગીન બન્યુ` હતુ`.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer