સુરતમા` 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા

સુરતમા` 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા
શરીર પર ઈજાની 86 નિશાની : 10 દિવસ પહેલા`ની ઘટના સોશિયલ મીડિયાને લીધે બહાર આવી, તપાસ ક્રાઈમ બ્રા`ચને સોંપાઈ

સુરત, તા.15: જમ્મુના કઠુઆમા` બાળકી સાથે થયેલા ગેંગરેપ ઘટનાને તાજી કરે એવી ઘટના સુરતમા`થી બહાર આવી છે. 10 દિવસ પહેલા તા.6 એપ્રિલે શહેરના પા`ડેસરા વિસ્તારમા`થી 11 વર્ષીય અજાણી બાળકીની લાશ પોલીસને મળી હતી. આ બાળકીના શરીર ઉપર ઈજાના 86 જેટલા નિશાનો મળ્યા હતા. ગુપ્તભાગે પણ ઈજાઓ પહોંચાડવામા` આવી હતી. તેની ઉપર આઠ આઠ વખત બળાત્કાર થયો હતો. પીએમ રિપોર્ટમા` બાળકીને ગળેટૂ`પો દઈને હત્યા કરી હોવાનુ` બહાર આવ્યુ` છે. બાળકી સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાનો ભેદ ઉકેલવામા` પોલીસને હજી સફળતા મળી નથી. 11 વર્ષની બાળાને પીંખીને હત્યા કરી નાખનારા નરાધમો હજી પણ પોલીસ પકડની બહાર ફરી રહ્યા` છે. સોશિયલ મીડિયામા` આ મામલો ઉછળતા આજે શહેર પોલીસ કમિશનર શર્મા આ મામલે હરકતમા` આવ્યા હતા. બાળકીની હત્યાનો ભેદ ઉકેલવા ક્રાઈમ બ્રા`ચને તપાસ સોંપી હતી.

અગિયાર વર્ષની બાળકીનો હત્યા અને દુષ્કર્મનો કિસ્સો એવો છે કે ગત 6ઠ્ઠી એપ્રિલે પોલીસને શહેરના` પા`ડેસરા પોલીસ મથકની હદમા` આવતા` જીઆવ બુડિયા રોડ પર ઝાડીમા`થી સવારે આ બાળકીની લાશ મળી હતી. પહેલી નજરે જ બાળકીની લાશ જોતા` તેની સાથે બળાત્કાર કરીને હત્યા કરી દેવામા` આવી હોવાનુ` પોલીસ તપાસમા` જણાયુ` હતુ`. બાળકીને નરાધમોએ કેટલાક દિવસ ગોંધી રાખી હોવાનુ` જાણવા મળ્યુ` છે. બાળકીની ઓળખ માટે છેલ્લા` બે દિવસથી સોશિયલ મીડિયામા` કેમ્પેઈન ચાલી રહ્યુ` છે. આમ છતા` હજુ સુધી બાળકીની ઓળખ માટે કોઈ સામે આવ્યુ` નથી. 

માસુમ બાળકીની પીંખી નાખનારાઓ હજુ પણ પોલીસની પકડથી બહાર છે. સોશ્યલ મીડિયામા` આ મુદો્ ઉછળતા` પોલીસ એક્શનમા` આવી છે. આજે શહેર પોલીસ કમિશ્નરે તાબડતોબ પ્રેસ બોલાવીને મામલાની વિગતો આપી હતી. કમિશ્નરે જણાવ્યુ` હતુ` કે, ગત છઠ્ઠી એપ્રિલે પોલીસને પા`ડેસરા પોલીસ સ્ટેશનની હદમા`થી એક અજાણી બાળકીની લાશ મળી હતી. પીએમમા` હત્યાના` 24 કલાક પહેલા` બાળકી સાથે બળાત્કાર થયો હોવાનુ` સાબિત થયુ` છે. અજાણી બાળકીના` શરીરના` ઈજાના` નિશાને ધ્યાને રાખીને પોલીસે બાળકીનુ` ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવ્યુ` હતુ`. ફોરેન્સીકમા` એવી જાણકારી મળી છે કે બાળકી સાથે સતત આઠ વખત બળાત્કાર ગુજારવામા` આવ્યો હતો. નરાધમોએ મજા લઈને બાળકીની ક્રુર અને ઘાતકી રીતે હત્યા કરી નાખી હતી. બાળકી સાથે થયેલા` દુષ્કર્મના` મામલે પોલીસે તપાસની ગતિ વધારી છે અને ઝડપથી હત્યાનો કોયડો ઉકેલવાની ખાત્રી આપી છે.

નોંધવુ` કે, હજુ પણ પોલીસના` હાથે ક`ઈ લાગ્યુ નથી. અત્યાર સુધી આ મામલે પોલીસની તપાસની ગતિ ધીમી હતી. સોશ્યલ મીડીયામા` કેમ્પેઈન બાદ પોલીસ હરકતમા` આવી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer