પંજાબે ચેન્નઈને ચાર રનથી હરાવ્યું

મોહાલી, તા. 15 : આઈપીએલની 12મી હાઈવોલ્ટેજ મૅચમાં આજે પંજાબે ચેન્નઈની ટીમને ચાર રનથી હાર આપી હતી. પંજાબના 197 રનના જવાબમાં ચેન્નઈના કૅપ્ટન ધોનીએ 44 બૉલમાં ધુંઆધાર 79 રન ફટકાર્યા હતા પરંતુ જીત માટે ચાર રનનું છેટું પડી ગયું હતું. અંબાતી રાયડુએ 35 બૉલમાં 49 રન ફટકાર્યા હતા. છેલ્લી ઓવરમાં ચેન્નઈને જીતવા માટે 19 રનની જરૂર હતી, પરંતુ મોહિત શર્માની ચતુરાઈભરી બૉલિંગથી પંજાબે ધોની મેદાનમાં હોવા છતાં ચેન્નઈને જીતવા દીધું નહોતું. ચેન્નઈએ 20 ઓવરમાં પાંચ વિકેટે 193 રન કર્યા હતા.  અગાઉ ચેન્નઈએ ટોસ જીતીને પંજાબની ટીમને પહેલી બૅટિંગ આપી હતી. પંજાબ તરફથી ઓપનર ક્રિસ ગેઇલે માત્ર 33 બૉલમાં 63 રન ફટકારી ટીમને જોરદાર સ્ટાર્ટ આપ્યો હતો.    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer