53 દેશોના કોમનવેલ્થ સમારંભમાં કાલે મોદી હાજરી આપશે

નવી દિલ્હી, તા. 16 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે લંડનના પ્રવાસ પર જવાના છે અહીં કોમનવેલ્થ સમ્મેલનમાં તેઓ ભાગ લેશે. વડા પ્રધાનનો આ પ્રવાસ ઘણો મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે, 53 દેશોવાળા કોમનવેલ્થ સમ્મેલનમાં ભારતની ભૂમિકા મહત્ત્વની હશે. આ સમૂહ ભારતની વૈશ્વિક આકાંક્ષાઓને નવો વળાંક અપાવી શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી લંડનમાં કોમનવેલ્થ હેડ્સ ગવર્નમેન્ટ બેઠક (કોમનવેલ્થ સમિટ)માં ભાગ લેવાના છે અને તેઓ ભારતના નાણાકીય યોગદાનને બમણું કરવાની સંભાવના છે. આ ભારત તરફથી એ વાતનો સંકેત હોઈ શકે છે કે ભારત કોમનવેલ્થમાં મોટી અને વધારે જવાબદારીઓ ઉઠાવવા માટે તૈયાર છે અને આ રીતે કોમનવેલ્થમાં ભારત એક મહત્ત્વપૂર્ણ શક્તિ બનીને સામે આવી શકે છે.    કોમનવેલ્થમાં મોટી જવાબદારીને લઈને નવી દિલ્હીમાં તેની તૈયારીઓ પણ તેજ બની ગઈ છે. 2009 પછી આ પહેલી વખત હશે કે ભારતીય વડા પ્રધાન કોમનવેલ્થ સમિટનો ભાગ બનશે. માલ્ટામાં પાછલી બેઠકમાં વડા પ્રધાન મોદી જોડાઈ શક્યા નહોતા. ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર દિનેશ પટનાયકે કહ્યું કે,`ભારતનું પ્રતિનિધિત્વ ઘણાં વૈશ્વિક સંગઠનોમાં વધ્યું અને કોમનવેલ્થ પણ તેમાંથી એક છે. કોમનવેલ્થમાં જોડાયેલા એક સૌથી મોટા દેશ તરીકે ભારત આંતરાષ્ટ્રીય મંચ પર નેતૃત્વ કરીને મોટી ભૂમિકા ભજવવા માટે ઈચ્છુક છે કે કોમનવેલ્થમાં ભારતની જવાબદારીઓ વધશે'.    લંડનમાં મોદીની દ્વિપક્ષીય ગતિવિધિઓમાં મહારાણી એલિઝાબેથ દર્શક તરીકે જોડાશે, જે સંભવત: તેમની અંતિમ કોમનવેલ્થ સમિટની યજમાની હશે. એવું કહેવાય છે કે કોમનવેલ્થના મુખ્ય નેતાઓ અહીં રાષ્ટ્રીય મંચ પર અને કોમનવેલ્થમાં સાથે આવીને ચર્ચા કરી શકે છે કે કોમનવેલ્થ માટે આ એક નવી શરૂઆત જેવું હશે. સ્વીડનમાં એક દ્વિપક્ષીય બેઠક અને સ્ટોકહોમમાં નોર્વે, આઈસલૅન્ડ, સ્વીડન, ડેનમાર્ક અને ફિનલૅન્ડની સાથે એક ઈન્ડો-શિખર સમ્મેલન પછી મોદી મંગળવારે રાત્રે બ્રિટન પહોંચશે.    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer