શિવસેનાના પ્રધાન મંગળવારે `વર્ષા'' પર ધરપકડ વહોરશે

મુંબઈ, તા. 16 : અહમદનગર જિલ્લાના કેડગાવ ખાતે શિવસેનાના બે પદાધિકારીની હત્યાને લઈ ભાજપ અને શિવસેના વચ્ચેની રાજકીય તંગદિલી વધવાની શક્યતા છે. શિવસેનાના પ્રધાન અને નગર જિલ્લાના બધાં પદાધિકારી મંગળવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને જશે અને પક્ષના કાર્યકર્તા પર ખોટા કેસ લેવાના વિરોધમાં ધરપકડ વહોરી લેશે. આ આંદોલનમાં શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ  ઠાકરે પણ સહભાગી થવાની શક્યતા છે.  નગર જિલ્લાના શિવસેનાના પદાધિકારીઓએ રવિવારે ઉદ્ધવ ઠાકરેની તેમના માતોશ્રી નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. તેઓએ જણાવ્યું હતું કે પોલીસ અધિક્ષકના કાર્યાલય પર પથ્થરમારો, તોડફોડ કરવામાં આવે તો કાર્યવાહી થતી નથી, પરંતુ શિવસેનાના પદાધિકારીઓની હત્યાના વિરોધમાં અવાજ ઉઠાવનારા શિવસૈનિકો પર હત્યાનો પ્રયત્ન જેવા ગંભીર ગુના નોંધવામાં આવ્યા છે. લગભગ 600 કાર્યકર્તાઓ પર મોટા ગુનાઓ નોંધવામાં આવ્યા છે. હવે આ ખોટા ગુનાઓ પાછા ખેંચવા અને શિવસૈનિકોને ન્યાય અપાવવા વિસેનાના પ્રધાન અને કાર્યકર્તાઓ આવતી કાલે વર્ષા પર પહોચી ધરપકડ વહોરવાનો કાર્યક્રમ બનાવ્યો છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer