શિકરામાં હૈયાફાટ રુદન વચ્ચે નવ જણની સ્મશાનયાત્રા એક સાથે નીકળી

મુંબઈ, તા. 16 : કચ્છમાં ભૂજ-ભચાઉ ધોરી માર્ગ પર શિકરા ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં દસ જણનાં મોત થયા હતા. તેમાંના શિકરાના નવ જણની સ્મશાનયાત્રા આજે સવારે 9.15 વાગે હૈયાફાટ રૂદન વચ્ચે નીકળી હતી. શિકરામાં વાગડ ચોવીસીના લગભગ પાંચ હજાર પટેલો જોડાયા હતા. નીશા ઇશ્વરલાલ ભુટક વિજપાસરનાં હતાં. તેમની સ્મશાનયાત્રા વિજપાસરમાં નીકળી હતી. ભચાઉના અગ્રણી યુવા વેપારી રૂપેશ પટેલ અને આગેવાન કાનજી જગાભાઈ પટેલે આકસ્મિક દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને સરકાર રાહત આપે તેની જરૂર છે, એમ જણાવ્યું હતું.                                 (સંલગ્ન અહેવાલ પાનું આઠ)   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer