સસ્તાં ઘર માટે સરકાર જમીન ખરીદશે

મુંબઈ, તા. 16 : શહેરના ગરીબ વર્ગને પરવડે એવાં ઘર મળી રહે માટે વડા પ્રધાનની મુખ્ય એવી યોજના માટે રાજ્ય જમીન મેળવવાના પ્રયાસમાં સક્રિય હોવાનું જણાય છે. આ માટે ખાનગી જમીન માલિકોને હટાવવા અને તેઓ સાથે સોદા કરવા દ્વારા ઘર ઊભાં થઈ શકે માટે બદલામાં જમીનના પ્લોટો આપવા વિચારાઈ રહ્યું છે.  મ્હાડાના સિનિયર અધિકારીઓના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) માટે માલિકો જમીન ઉપલબ્ધ કરાવવા સહમત જણાય છે. તેઓને કાં તો રોકડા અથવા તેઓના પ્લોટ પર જે ચોક્કસ સંખ્યામાં ઘર બંધાશે તેના વેચાણ થકી જમીનની કિંમત તેઓ વસૂલી શકશે.  આ સિવાય મ્હાડાએ તેના મુંબઈ સહિતનાં બધાં જ મ્યુનિસિપલ કૉર્પોરેશનોને સૂચના આપી છે કે 4000 સ્કે. મીટર જેવા કદ વિસ્તારની જમીન માટે જ્યારે બિલ્ડિંગ માટેની દરખાસ્ત મળે તેની માહિતી તેને આપતા રહેવાનું, કારણ કે આવા પ્રોજેક્ટ હેઠળ ઊભાં થતાં ઘરના 20 ટકા હાઉસિંગ અૉથોરિટીને ખરીદવાની છૂટ છે.  બંને સેગમેન્ટમાં મ્હાડાએ ખરીદેલી ખાનગી જમીન તેમ જ ડેવલપર્સના પ્રોજેક્ટની હોય તે પીએમએવાય સાથે સાંકળી લેવાશે. આ આમ સંયુક્ત સાહસ 25 પ્રોજેક્ટો બની જશે. જો મ્હાડા જમીનમાલિકોએ આપેલી જમીનો પર ઘર બંધાશે તો તેની હિસ્સેદારી 80:20 અથવા 60:40ના સ્વરૂપની હશે જે આમ તો પ્રોજેક્ટ પર અવલંબિત હશે. મ્હાડાએ સ્પષ્ટતા કરી છે કે અહીં જણાવ્યા પ્રમાણે તે ડેવલપર્સ પાસેથી મોટા કદના બાંધકામ પ્રોજેક્ટો આંખો મીંચીને નહીં ખરીદે. અમો યોગ્ય વળતર અને પ્રોજેક્ટના લોકેશનને પ્રથમ ધ્યાનમાં રાખીશું. ડેવલપર પાસેથી આ ઘર રેડીરેકનરની કિંમતે ખરીદાશે. આ પ્રકારની એક દરખાસ્ત મ્હાડાના પુણે બોર્ડ દ્વારા વિચારણા હેઠળ છે. કેન્દ્ર અને રાજ્ય સંયુક્ત રીતે પીએમએવાય ઘર માટે રૂા. 2.5 લાખની સબસિડી ઉપલબ્ધ કરશે. આ ઘરનો વિસ્તાર 30 સ્કે. મી.નો હશે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer