અર્જુન કપૂર મરાઠી શીખે છે

અર્જુન કપૂર મરાઠી શીખે છે

આજકાલ બોલીવૂડના તમામ કલાકારો પાત્રમાં એકરૂપ થવા માટે જરૂરી તાલીમ લે, વજન વધારે કે ઓછું કરે છે. અર્જુન કપૂર પણ આમાંથી બાકાત નથી. તે પોતાની આગામી ફિલ્મની તૈયારીરૂપે મરાઠી બોલવાનું શીખી રહ્યો છે. આશુતોષ ગોવારીકરની આગામી પિરિયડ ફિલ્મ પાનીપતમાં અર્જુન મરાઠા સરદાર સદાશિવરાઉ ભાઉની ભૂમિકા ભજવે છે. આ માટે તેણે યુદ્ધની તાલીમ લેવી પડશે. તે ઉપરાંત મરાઠી ભાષા બોલવાની લઢણમાં પણ સુધારો કરવો પડશે. આમ તો મુંબઇમાં રહેતો હોવાથી અર્જુન મરાઠી બોલી જાણે છે. પરંતુ પાનીપતમાં તેણે મરાઠા સરદારોની ખાસ પ્રકારની લઢણથી બોલવાનું રહેશે. આશુતોષ હાલમાં શૂટિંગના લોકેશન શોધી રહ્યો છે. ફિલ્મમાં અર્જુન ઉપરાંત સંજય દત્ત અને ક્રિતી સેનન છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer