કાંગારું ટીમ શૂન્યથી શરૂઆત કરશે : સુકાની પેન

કાંગારું ટીમ શૂન્યથી શરૂઆત કરશે : સુકાની પેન

સિડની, તા.19 : ઓસ્ટ્રેલિયાના નવનિયુકત ટેસ્ટ સુકાની ટીમ પેને આજે અહીં જણાવ્યું હતું કે બોલ ટેમ્પરિંગની વિવાદિત ઘટના બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ ફરી સન્માનજનક ક્રિકેટના નવા યુગની શરૂઆત કરશે. સુકાની પેને વચન આપ્યું હતું કે ભવિષ્યમાં અલગ શૈલિનું ક્રિકેટ જોવા મળશે. અમે આગળ વધવા માટે શૂન્યથી શરૂઆત કરશું. અમે નવી જ રીતે શરૂઆત કરશું. અમારા માટે મુખ્ય વાત એ છે કે ઓસ્ટ્રેલિયાના પ્રશંસકોનો ભરોસો પાછો લાવીએ. તેમને જે રીતનું ક્રિકેટ પસંદ છે તેવું રમવાની કોશિશ કરીશું. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે બોલ ટેમ્પરિંગના મામલે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પૂર્વ સુકાની સ્ટીવ સ્મિથ અને પૂર્વ ઉપસુકાની ડેવિડ વોર્નર પર એક-એક વર્ષનો અને બેનક્રોફટ પર 9 મહિનાનો પ્રતિબંધ મુકયો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer