કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ અને કાંસ્યચંદ્રક વિજેતા હરમિત દેસાઇને સવા કરોડનાં ઇનામ સામે 33 લાખનો ચેક પકડાવી દેવાયો

કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ અને કાંસ્યચંદ્રક વિજેતા હરમિત દેસાઇને સવા કરોડનાં ઇનામ સામે 33 લાખનો ચેક પકડાવી દેવાયો
 
ગુજરાત સરકારે અગાઉ જાહેર કરેલ ઇનામી રકમ સામે ફરી ગઇ
 
રાજકોટ, તા.19: ગુજરાત સરકાર દર વર્ષે ખેલ મહાકુંભ જેવા સરકારી રમતોત્સવ યોજીને કરોડોનો ધુમાડો કરે છે તેવી વ્યાપક ટીકા થતી રહે છે, હવે જ્યારે કોઇ ખેલાડી આંતરરાષ્ટ્રીય કક્ષાએ સોનેરી સફળતા મેળવી ગુજરાતનું જ નહીં પણ પૂરા દેશનું નામ રોશન કરે છે ત્યારે તેની કદર કરવામાં પાછીપાની કરે છે. ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થમાં સુરતના ટેબલ ટેનિસ ખેલાડી હરમિત દેસાઇએ એક ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ દેશ માટે જીત્યા છે. કોમનવેલ્થ ગેમ્સમાં ચંદ્રક જીતનારો હરમિત ગુજરાતનો પહેલો ખેલાડી છે. તેના પર ઇનામોનો વરસાદ થશે તેવી ખેલપ્રેમીઓને ધારણા હતી પણ રાજ્ય સરકારે અગાઉ જાહેર કરેલી રકમમાંથી લગભગ 75 ટકા રકમ કાપીને આ વિજેતા ખેલાડીને 33 લાખનો ચેક પકડાવી દીધો છે. 
રિપોર્ટ અનુસાર મુખ્યમંત્રી વિજયભાઇ રૂણાણીની સરકારે અગાઉ જાહેર કર્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતનો કોઇ ખેલાડી જો સુવર્ણ જીતશે તો એક કરોડનું અને કાંસ્ય ચંદ્રક જીતશે તો 25 લાખનું રોકડ ઇનામ અપાશે. આ જાહેરાત ગુજરાત સરકારની વેબસાઇટ પર પણ છે. આથી હરમિત દેસાઇને 1.25 કરોડ ઇનામરૂપે આપવાના થાય, પણ સરકારે આજે આ ખેલાડીને 33 લાખનો ચેક પકડાવી દીધો છે. હરમિત દેસાઇએ આ ચેક સ્વીકારી તો લીધો છે, પણ કહ્યં છે કે હું ચેકને બેન્કમાં જમા કરાવીશ નહીં. ગુજરાત સરકારના આ ખેલાડી વિરોધી પગલાંથી રોષ ફેલાયો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer