મુંબઈની પોસ્ટ અૉફિસોનું આધુનિકીકરણ અંતિમ તબક્કામાં


ચેમ્બુર, બોરીવલીની પોસ્ટ અૉફિસમાં સીએસઆઇ શરૂ થઈ

મુંબઈ, તા. 19 : મુંબઈની પોસ્ટ અૉફિસોમાં કોર સિસ્ટમ ઇન્ટિગ્રેશન(સીએસઆઇ) પદ્ધતિ શરૂ કરવાનું કામ અંતિમ તબક્કે પહોંચ્યું છે. જીપીઓ તેમ જ દક્ષિણ મુંબઈની 18 પોસ્ટ અૉફિસમાં બહુ જ જલદી આ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. 
મુંબઈની 231 પોસ્ટ અૉફિસમાંથી કેટલીક અૉફિસમાં આ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ચેમ્બુર અને બોરીવલીની પોસ્ટ અૉફિસમાં મંગળવારથી આ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. 
સીએસઆઇ પદ્ધતિને કારણે સ્પીડ પોસ્ટ, રજિસ્ટર્ડ પોસ્ટ શોધવા અને સંબંધિત પત્ર ક્યાં સુધી પહોંચ્યા છે તે જાણી શકાશે. આ અંગે ગ્રાહકોને એસએમએસ મોકલવામાં આવશે. ગ્રાહકના ઘરે કયા પોસ્ટમેન દ્વારા પત્ર, વસ્તુ પહોંચાડવામાં આવશે. તેમ જ પોસ્ટમેનનો મોબાઇલ નંબર વગેરે માહિતી ગ્રાહકને એસએમએસ દ્વારા મોકલવામાં આવશે.
સીએસઆઇના ફાયદા
  • આ સિસ્ટમને કારણે પોસ્ટના કામનો વેગ વધી જશે અને ગ્રાહકને તત્કાળ સેવા મળશે.
  • દેશની બધી જ પોસ્ટ અૉફિસને અૉનલાઇન જોડવામાં આવશે.
  • ટપાલ કે પાર્સલ પોસ્ટ અૉફિસથી નીકળીને ગ્રાહકના સરનામે પહોંચે ત્યાં સુધીની બધી માહિતી ગ્રાહકને ઉપલબ્ધ થશે અને પોસ્ટમૅન પાર્સલ પહોંચાડવા નીકળશે ત્યારે ગ્રાહકને એસએમએસ દ્વારા જાણ કરશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer