ઇન્ડોનેશિયામાં ભૂકંપમાં ત્રણ જણનાં?મોત : 14 દિવસની કટોકટી જાહેર


જાકાર્તા, તા. 19 : ઇન્ડોનેશિયામાં ભૂકંપ આવતાં ત્રણ વ્યકિતના મોત થયા હતા, તો 300થી વધુ ઘરોને નુકસાન થયું છે. આ ભૂકંપની તીવ્રતા 4.4ની હતી.
ભૂકંપ બાદ ઇન્ડોનેશિયામાં બે સપ્તાહની કટોકટી જાહેર કરી દેવાઇ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ કેબુમેન જિલ્લાથી 52 કિ.મી.ના અંતરે ઉત્તરમાં ચાર કિ.મી.ની ઊંડાઇ પર હતું.
મધ્ય જાવાની આફત વ્યવસ્થાપન એજન્સીના પ્રમુખ સારવો પ્રમાનાએ જણાવ્યું હતું કે, પ્રાંતના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આ કુદરતી આફતમાં ઘાયલ થયેલા 21 જણને હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો 2100થી વધુ નાગરિકોને સલામત સ્થળોએ લઇ જવાયા હતા. ઘરો ઉપરાંત શાળાઓ તેમજ મસ્જિદોમાં પણ ભૂકંપની ધ્રુજારીથી નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer