`આધાર''માં વ્યક્તિના જાતિ, જ્ઞાતિ, ધર્મ નથી નોંધાતા : સુપ્રીમ સમક્ષ જણાવતું યુઆઈડીએઆઈ


નવી દિલ્હી, તા. 19: આધાર એક્ટ વ્યક્તિના જ્ઞાતિ, ધર્મ, જાતિ વ. નોંધતો નથી અને આમ કરીને, આ ડેમોગ્રાફિકસ (વસતિવિષયક વિગતો) નાગરિકો વચ્ચે ભેદભાવ કરવાને ખપમાં લેવાય તે અંકે કરે છે એમ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડે જણાવ્યું હતું. આધારની અધિકૃતતાની સુનાવણી કરી રહેલી બંધારણીય બેન્ચ સમક્ષની યુઆઈડીએઆઈના ધારાશાત્રી રાકેશ દ્વિવેદીની રજૂઆતનો સાર આપતાં જસ્ટીસે આમ જણાવી ઉમેર્યું હતું કે જાતિ, જ્ઞાતિ, ધર્મ વ. જરૂરી ડેમોગ્રાફિકસના ભાગરૂપ નથી. આ એવા પાસાં છે જે ભેદભાવ કરવા ખપમાં લઈ શકાતા હોય છે. તેને બાકાત કરી ધારાએ નિજતા આપી છે. (ગયા ઓગસ્ટમાં 9 જજની બંધારણીય બેન્ચના ઐતિહાસિક ચૂકાદામાં જાહેર કરાયું હતું કે નિજતા  જીવન/ સ્વાતંત્ર્યનો અંતર્ગત ભાગ છે અને બંધારણે આપેલા મૂળભૂત અધિકારની નિહિત રહેલી છે.)
ધારાશાત્રી દ્વિવેદીએ એવી દલીલ કરી હતી કે ડેમોગ્રાફિક વિગતોને નિસ્બત છે ત્યાં સુધી નાગરિકોને નિજતાનો કોઈ આધાર નથી. ડેમોગ્રાફિક વિગતો વ્યકિતના નામ, ઉમર વ. હોય છે. તમે એમ કહેવા માગો છો કે કોર-બાયોમેટ્રિકસ (આંગળાની છાપ, આઈરીસ-આંખની કીકી- વ.)માં નિજતાની વાજબી અપેક્ષા રહે છે, પરંતુ જેવા કોર-બાયોમેટ્રિકસથી દૂર જાઓ કે નિજતા માટેની તમારી વાજબી અપેક્ષાની કોઈ ગણના નથી હોતી એમ ચંદ્રચુડે દ્વિવેદીની રજૂઆતનો સાર જણાવતા કહ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer