સુપ્રીમ કોર્ટની વેબસાઈટ હેક : બ્રાઝિલના હેકરોનું કરતૂત હોવાની આશંકા

 
નવી દિલ્હી, તા. 19 : દેશના મંત્રાલયો અને શૈક્ષણિક સંસ્થાનો બાદ હવે સુપ્રીમ કોર્ટ પણ સાયબર એટેકનો ભોગ બની છે. જસ્ટીસ લોયા કેસમાં ચુકાદાના થોડા સમય પછી એકાએક સુપ્રીમ કોર્ટની વેબસાઈટ ડાઉન થઈ હતી. આ દરમિયાન એવો અહેવાલ જારી થયો હતો કે, વેબસાઈટ હેક કરવામાં આવી છે અને સાઈટ હેક કરવા પાછળ બ્રાઝીલના હેકરોનો હાથ છે. 
આ અંગે મળતી વિગતો પ્રમાણે જ્યારે વેબસાઈટ હેક થઈ ત્યારે વેબસાઈટ ઉપર હાઈટેક બ્રાઝીલ હેક ટીમ સૌથી ઉપર વાંચવા મળી રહ્યું હતું. જો કે તાકિદે વેબસાઈટ ઉપર કામગીરી શરૂ કરી દેવામાં આવતા `સાઈટ અંડર મેઈનટેનન્સ' સંદેશ જોવા મળી રહ્યો હતો. એટલે કે વેબસાઈટને ફરી કાર્યરત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમિયાન સૂત્રોએ વેબસાઈટ હેક થયાની ઘટનાને પુષ્ટી આપી હતી અને કહ્યું હતું કે, વેબસાઈટની ટેકનિકલ વિંગે હેકિંગના પ્રયાસને પકડયો હતો. ત્યારબાદ સુરક્ષાને ધ્યાને લઈને તાકિદે વેબસાઈટ ડાઉન કરી દેવામાં આવી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer