ભારત દેવું ઘટાડવા સાચી નીતિઓનો અમલ કરે છે : આઇએમએફ


વોશિંગ્ટન, તા. 19 (પીટીઆઇ) : ભારત જીડીપીના પ્રમાણમાં ઘણું ઊંચું દેવું ધરાવે છે. જો કે, આ કરજનો બોજ ઘટાડવા માટે ભારત `સાચી નીતિઓનો ઉપયોગ' કરે છે તેવું આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઇએમએફ)એ જણાવ્યું છે.
ભારતનું સરકારી દેવું 2017માં જીડીપીના 70 ટકા જેટલું ઊંચું રહ્યું હતું, તેવું આઇએમએફના નાણાકીય મામલાઓના ડેપ્યુટી ડાયરેક્ટર અબ્દેલ સેનહાદજીએ કહ્યું હતું.
ભારતમાં સત્તાધીશો ઋણનું ભારત ઘટાડવાની દિશામાં પ્રયાસરૂપે યોગ્ય નીતિઓનો અમલ કરી રહ્યા છે, તેવું તેમણે ઉમેર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer