મક્કા મસ્જિદ ધડાકા કેસનો ચુકાદો આપનારા જજના રાજીનામાનો અસ્વીકાર

મક્કા મસ્જિદ ધડાકા કેસનો ચુકાદો આપનારા જજના રાજીનામાનો અસ્વીકાર
 
નવી દિલ્હી તા. 19: મક્કા મસ્જિદમાંના  ધડાકાના કેસમાં સ્વામી અસીમાનંદ સહિતના પાંચ આરોપીઓને નિર્દોષ છોડી મૂકનાર એનઆઈએ ખાસ કોર્ટના જજ રવિન્દર રેડ્ડીએ આપેલું રાજીનામું આંધ્ર પ્રદેશ અને તેલંગણની વડી અદાલતે આજે નકારી દીધું હતું. મેટ્રોપોલિટન સેશન્સ જજને સોમવારે રાજીનામું આપનાર રેડ્ડીએ આ નિર્ણય લેવા સબબ અંગત કારણ હોવાનું જણાવ્યુ હતું. સીનિયર જયુડિશ્યલ ઓફિસરે રેડ્ડીના આ નિર્ણયને અને 11 વર્ષ જૂના કેસના ચુકાદાને કંઈ લાગતુવળગતું નથી. વડી અદાલતે રેડ્ડીના રાજીનામાની અરજી નકારી દઈ તેમને તેમની ફરજ પર તત્કાળ આવી જવા તાકીદ કરી હોવાનું એક સમાચાર સંસ્થાએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું. જજ રેડ્ડીએ ફરજ બજાવવાનું શરૂ કર્યાના પણ અહેવાલ હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer