હવે અન્ય બૅન્કના ATMમાંથી પૈસા કઢાવવા પર વધુ ચાર્જ લેવાશે

મુંબઈ, તા. 20 : એટીએમ અૉપરેટરોએ એટીએમ ટ્રાન્ઝેકશન માટે વધારે ઈન્ટરચેન્જ રેટની માગણી કરી છે. હાલમાં અન્ય બૅન્કના એટીએમમાંથી નિશ્ચિત પાંચ ટ્રાન્ઝેકશનની મર્યાદા પૂરી થયા પછી દરેક વાર કેશ કઢાવવા પર 15 રૂપિયા અને બીજી વાર પૈસા કઢાવવા પર પાંચ રૂપિયા લે છે. જો આ માગણી સ્વીકારાશે તો કસ્ટમરે અન્ય બૅન્કના એટીએમમાંથી નાણા ઉપાડવા વધારે ચાર્જ આપવો પડે તેવી શક્યતા છે. અનેક રાજ્યોમાં રોકડની તંગી છે અને એટીએ ખાલી છે ત્યારે જ અૉપરેટરોએ `મોકો' જોઈને ઘા કર્યો છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer