ભાજપ સાથે યુતિ નહીં એટલે નહીં જ : ઉદ્ધવ

ભાજપ સાથે યુતિ નહીં એટલે નહીં જ : ઉદ્ધવ
ઔરંગાબાદ, તા. 20 : `ભાજપ સાથે યુતિ નહીં એટલે નહીં જ' એવી ગર્જના શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મરાઠાવાડાની મુલાકાત દરમિયાન અહીં કરી છે. તેણે વધુમાં જણાવ્યું છે કે અમને `સ્વપ્નરંજક ગોળી ' આપનાર સરકાર જોઈતી નથી. નિર્ણય લેનારી સરકાર હોવી જોઈએ. તેમણે ભાવપૂર્વક જણાવ્યું છે કે ભાજપ સાથે યુતિ નહીં કરવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે અને હવે તેમાં કોઈ ફેરબદલ નહીં થાય.  અહીં પક્ષના પદાધિકારીઓની બેઠકને સંબોધતા તેમણે જણાવ્યું કે નિષ્ઠાવંતોને ઉમેદવારી મળવી જોઈએ એવી શિવસેનાની  નીતિ છે.  અનેક વર્ષોથી તે ચાલતી આવે છે તેને લઈ ફક્ત નિષ્ઠાવંત, નિષ્ઠાવંતનું રટણ કરવા કરતા ચૂંટાઈને આવે એવા માણસો શોધો અને પક્ષમાં લાવો.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer