વધુપડતાં કામથી સ્વરાને પીઠમાં દુખાવો ઊપડયો

વધુપડતાં કામથી સ્વરાને પીઠમાં દુખાવો ઊપડયો

સ્વરા ભાસ્કર 2018માં અત્યાર સુધી ખૂબ જ વ્યસ્ત રહી છે તે છેલ્લા છ મહિનાથી સતત અનેક પ્રોજેક્ટો માટે શૂટીંગ કરતી આવી છે અને તેથી ઓવર-એક્ઝરસનને કારણે તેને પીઠમાં ભારે દુખાવો ઉપડયા બાદ ડૉક્ટરોએ ફિઝિયોથેરપી કરાવવાની તેને સલાહ આપી હતી.
સ્વરા ભાસ્કરે ફિલ્મ `વીરે દી વેડીંગ'નું શૂટીંગ પતાવ્યા બાદ તે પોતાના ભાઈ ઈશાનના લગ્નની તૈયારીમાં પડી હતી. ભાઈના લગ્નનું સ્થળ ગોતવાથી માંડી તેના લગ્નનો હૉલ-ડેકોરેશન તેમ જ ભાઈના કપડાં સુધીની બધી જ બાબતોની ઈન્ચાર્જ સ્વરા જ હતી અને આ બધાં કામો માટે તેણે શૂટીંગમાંથી ફક્ત બે દિવસની જ `રજા' લીધી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer